અમદાવાદ: સગીર વયની બહેનને સપના બતાવીને ઉત્તર પ્રદેશથી અમદાવાદ લઈ આવી તેના પિતરાઈ ભાઈ-ભાભીએ તેનુ જીવન બરબાદ કરી દીધું. સમગ્ર ઘટના એવી છે કે, સગીરાએ પોતાના ફોઈના દીકરા અને ભાભી સામે ગંભીર આરોપ સાથે ફરિયાદ દાખલ કરાવી છે. આરોપી દંપતી કિશોરી પાસે દેહવેપાર કરાવતા હતા. આરોપી ભાભી સ્પાની સંચાલિકા હોવાનું સામે આવ્યું છે. કિશોરીએ આરોપ લગાવ્યો છે કે, તેના ભાઈ-ભાભી તેને અલગ અલગ યુવકો પાસે બળજબરીથી મોકલીને તેની પાસે દેહવેપાર કરાવતા હતા. આ મામલે સોલા પોલીસે દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં પિતરાઈ ભાઈ-ભાભીએ જ બહેનને દેહ વેપારમાં ધકેલી, પોલીસે બંનેની કરી ધરપકડ - sex racket in gujarat
અમદાવાદના સોલા વિસ્તારમાં પિતરાઇ ભાઇ અને ભાઇએ સગીર બહેનને દેહવેપારમાં ધકેલી ધીધી છે. સોલા પોલીસે ગુનો નોંધીને આરોપી દંપતીની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, કિશોરી પોતાની માતા અને બે ભાઈઓ સાથે રહેતી હતી. કિશોરીનો એક ભાઈ નેપાળ અને બીજો ઉત્તર પ્રદેશમાં નોકરી કરે છે. 11 ડિસેમ્બરના રોજ આરોપીઓ પોતાના વતનમાં ગયા હતા, ત્યારે કિશોરીની માતાને તેને અમદાવાદ મોકલવાની વાત કરી હતી. જો કે, કિશોરીએ ના પાડી હોવા છતાં આરોપીઓ ફરવાના નામે બળજબરીથી કિશોરીને 13 ડિસેમ્બરના અમદાવાદ રોજ લઈ આવ્યા હતા.
આરોપી ભાભી 22મી ડિસેમ્બર, 2019ના રોજ કિશોરીને પોતાના સ્પામાં લઈ આવી હતી. અહીંથી કિશોરીને જબરદસ્તી અલગ-અલગ યુવકો પાસે મોકલી દેહવેપારના ધંધામાં ધકેલી દીધી હતી. એટલું જ નહિ કિશોરીએ વિરોધ કરતા તેની ભાભીએ કહ્યું હતું કે, પોલીસ વાળા કંઇ ન કરી શકે, તેઓ તો મારા ગુલામ છે. જ્યારે ભાઈ કહેતો હતો કે જે એક વાર આ ધંધામાં આવી જાય છે, તે બહાર નથી નિકળી શકતું. આવી વાતોથી કિશોરીને ડરાવતા હતા. એક દિવસ કિશોરી ઘરેથી નાસી ગઈ અને પોતાના મોટા ભાઈને ફોન કરીને સમગ્ર બાબત જણાવી દીધી. કિશોરીના મોટાભાઈએ અમદાવાદ પહોંચીને વટવા પોલીસ સ્ટેશન ગયો હતો, પરંતુ સ્પા સોલા વિસ્તારમાં આવ્યો હતો. જેથી વટવા પોલીસ કિશોરીને લઈને સોલા પોલીસ સ્ટેશન આવી હતી. સોલા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.