ગુજરાત

gujarat

ETV Bharat / state

કેસ લડવાની વકીલોની ક્ષમતા મુદ્દે હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઇન્ડિયા પાસે ખુલાસો માંગ્યો - High court

અમદાવાદ: વકીલો પોતાના અસીલ સાથે કઈ રીતે વર્તન કરે એ મુદે હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરાઈ છે. મંગળવારે ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે કેસ લડવા મુદ્દે વકીલોની ક્ષમતા નક્કી કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આદેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે વધુ સુનાવણી 8મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

વકીલોની કોર્ટમાં આચારસંહિતાના મુદ્દે હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઇન્ડિયા પાસે માંગ્યો ખુલાસો

By

Published : Jun 26, 2019, 6:18 AM IST

ગત સુનાવણીમાં પણ હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, જો દરેક માટે આચારસહિંતા લાગુ પડે છે ત્યારે વકીલોએ કોર્ટમાં કઈ રીતે વર્તવું જોઈએ એ મુદે કેમ કોઈ આચારસહિંતા નથી. વકીલો તેમના અસીલ સાથે ગેરવર્તન કરે ત્યારે શું પગલા લઈ શકાય એ મુદે બાર કાઉન્સિલ જવાબ રજુ કરે.

હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાતને ટકોર કરતા કહ્યું કે, જજોની સક્ષમતા અંગે ચકાસણી કરવામાં આવે છે પરતું વકીલોની ધારા-ધોરણ અંગે કેમ કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. હાઈકોર્ટે આ મુદે બંને પ્રતિવાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઈન્ડિયા પાસેથી ખુલાસો માંગ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં વકીલોના વર્તન અંગે નિયમ ઘડવામાં આવે એવી સુઓમોટો અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details