અમદાવાદઃપતિ અને પત્ની વચ્ચે દાંપત્યજીવનમાં ઝઘડા થતા હોય એ સામાન્ય (women active in social media)બાબત છે. પરંતુ જ્યારે એ ઝઘડા ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે, ત્યારે તેમને કોર્ટનાંપગથિયાં ચડવાનો વારો આવતો હોય છે. આજના આધુનિક જમાનામાં પણ હજુ પણ દીકરા અને દીકરી વચ્ચે ભેદ રાખનારો એવો જ એક કિસ્સો સેશન્સ કોર્ટમાં (Metropolitan Court )આવ્યો છે જેને લઈને સેશન્સ કોર્ટે, મહિલાઓને લઈને જે ખરાબ માનસિકતા છે એ લોકોએ બદલવી જોઈએ (Social media)એવો આ કેસમાં કોર્ટે ટકોર કરી છે.
શું છે સમગ્ર મામલો - સમગ્ર વિગતો જોઈએ તો આ પતિ અને પત્નીએ 2008માં લગ્ન કર્યા હતા અને 2010માં તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો, તેનો પતિ દુબઈની એક કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરી માટે (Family Court Case Status )ગયો હતો. એના નોકરીમાં ગયા બાદ આ મહિલા પોતાની બાળકીને લઈને તેના મામાના ઘરે જતી રહી હતી અને મહિલાએ મેટ્રોપોલિટન કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી હતી.
પતિએ ભરણ પોષણ આપવા માટે મનાઈ કરી -આ કેસને પગલાને લઈને પતિને ઇન્ડિયા બોલાવવામાં આવ્યો હતો અને જ્યાં, પતિએ કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેની પત્ની પોતાની મરજીથી તેના મામાના ઘરે ગઈ હતી અને ભરણ પોષણ આપવા માટે મનાઈ કરી હતી. પતિ એવી દલીલ કરી હતી કે તેની જે પત્ની છે તે શાસક પક્ષના નેતાઓ સાથે જોવા મળે છે અને તેના થકી તેમને ખૂબ જ સારી આવક મળે છે.
બળજબરીપૂર્વક તેને કાઢી મૂકવામાં આવી -સમગ્ર આક્ષેપને લઈને પતિ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે પતિએ તેની પત્નીના જન્મદિવસ પર સ્થાનિક સભ્ય સાથે તેનો ફોટો મૂક્યો હતો. જેને લઈને તેના પતિ દ્વારા તેના પર અનૈતિક જીવન જીવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. બાળકીને જન્મ આપ્યો હતો જેને લઇને તેના સાસરીયા તેના ઉપર અત્યાચાર કરતા હતા અને ઘરમાંથી બળજબરીપૂર્વક પણ તેને કાઢી મૂકવામાં આવી હતી કારણ કે સાસરીયાઓને છોકરો જોઈતો હતો.