ગુજરાત

gujarat

ETV Bharat / state

દુષ્કર્મ કેસમાં આરોપી ડોકટરના કોર્ટે જામીન ફગાવ્યા - નરોડમાં માનસિક રોગથી પીડાતી મહિલા સાથે દુષ્કર્મ

અમદાવાદના નરોડમાં માનસિક રોગથી પીડાતી મહિલાની મિત્ર ડોકટર પાસેથી સસ્તી સારવાર કરવી આપવાની લાલચ આપી બળ-જબરીપૂર્વક દુષ્કર્મ કરનાર આરોપી ડો. કનુ પટેલના મંગળવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન ફગાવી દીધા છે.

અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે

By

Published : Aug 4, 2020, 10:39 PM IST

અમદાવાદ: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ તરફથી રજુઆત કરવામાં આવી હતી કે, આરોપી ડોકટર કનુ પટેલે પીડિત મહિલાને સસ્તી સારવારની લાલચ આપી નરોડા પાસે આવેલી ગેલેક્ષી હોટલમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ડોકટરે તેમના પદનો ગેરલાભ લઈ મહિલાને વિશ્વાસમાં લીધી હતી. આ અંગેની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.


આ સમગ્ર કેસની વિગત એવી છે કે, આરોપી ડોકટર અને મહિલા ફેસબુકના માધ્યમથી એક-બીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાં મહિલા માનસિક બીમારીથી પીડાતી હોવાનું આરોપીને જણાવ્યું હતું. ત્યારબાદ આરોપી ડોક્ટરે મહિલાને કહ્યું કે, તેમનો મિત્ર મનો ચિકિત્સાક છે અને સસ્તી સારવાર કરાવી આપશે અને ત્યારબાદ હોટલમાં બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details