ગુજરાત

gujarat

ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમની બન્ને સંચાલિકાઓના કોર્ટે જામીન ફગાવ્યા - Nityananda Ashram disputes

અમદાવાદઃ હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહારના કેસમાં ધરપકડ કરાયેલી બંને સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના સોમવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન ફગાવ્યા હોવાની વિગતો સામે આવી છે. કોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, બંને વિરુદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે.

Nityananda Ashram case
બંને સંચાલિકાઓના કોર્ટે જામીન ફગાવ્યા

By

Published : Dec 2, 2019, 2:55 PM IST

Updated : Dec 2, 2019, 4:38 PM IST

અમદાવાદ મિર્ઝાપુર કોર્ટ દ્વારા બન્ને સાધિકાઓના જામીન નામંજૂર કર્યા બાદ હવે એક-બે દિવસમાં બંને તરફે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી શકાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને સાધિકાઓ પર ગુનો ગંભીર પ્રકારનો હોવાથી તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે, તેમના અસીલ વિરૂધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટિસ આપવની ફરજ પડી છે. બંને સાધિકાઓને નોટીસ વગર ધરપકડ કરાયા હોવાની દલીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 27મી નવેમ્બરના રોજ પોલીસે વધું રિમાન્ડની માગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચ્ચગાળા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

બંને સંચાલિકાઓના કોર્ટે જામીન ફગાવ્યા

બંને સંચાલિકા વતી કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે મૂળ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી 30મી નવેમ્બરના રોજ નિયત હોઈ કોર્ટે બંનેની વચગાળાની જામીન અરજી ફગાવી હતી. અગાઉ વિવેકાનંદનગર પોલીસ દ્વારા તપાસ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે બંને મહિલા આરોપીઓના 27મી નવેમ્બર બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનિય છે કે, નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાને આશ્રમ ન છોડવાની નોટીસ પાઠવી હતી.

Last Updated : Dec 2, 2019, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details