- નરેન્દ્રના પત્નીએ ઈન્સ્યોરન્સ કંપની તમામ પોલિસી માટે ક્લેઇમ કર્યો હતો
- મૃત્યુ પામનારા વ્યક્તિ માટે તો એ આકસ્મિક મૃત્યુ જ છે
- LICને કન્ઝ્યુમર કોર્ટે મર્ડર એક્સિડેન્ટલ ડેથના પૈસા ચૂકવવા આદેશ કર્યો
અમદાવાદ :નરેન્દ્રના મૃત્યુ પછી તેમના પત્ની ચેતના પરમારે ઇન્સ્યોરન્સ કંપનીમાં તમામ પોલિસી માટે ક્લેઇમ કર્યો હતો. પરંતુ પોલિસી કંપની દ્વારા ક્લેઇમ રિજેક્ટ કરવામાં આવી હતી. આ મુદ્દે તેમણે ફોરમ કોર્ટમાં અરજી કરતા પ્રાથમિક ધોરણે કોર્ટે મર્ડર માટે એક્સિડેન્ટલ ક્લેઇમમાં મંજૂર ન થઇ શકે તેવો ચુકાદો આપ્યો હતો.
વ્યક્તિનું મર્ડર થયું ત્યારે મર્ડરમાં તેમની કોઈ ભૂમિકા ન હતી
આ સામે અપીલમાં જતા કોર્ટે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીને પૈસા ચૂકવવા આદેશ કર્યો હતો. કોર્ટે નિર્ણય આપ્યો હતો કે, જયારે વ્યક્તિનું મર્ડર થયું ત્યારે મર્ડરમાં તેમની કોઈ ભૂમિકા ન હતી. મૃત્યુ પામનારા વ્યક્તિ માટે તો એ આકસ્મિક મૃત્યુ જ છે.
આ પણ વાંચો : LICની રાષ્ટ્રવ્યાપી હડતાળને રાજકોટના LIC કર્મીઓનું સમર્થન
ઓફિસની નીચે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી