- ઈસનપુરની 10માં ધોરણમાં ભણતી કિશોરી ગુમ
- હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની રિટ દાખલ
- કોર્ટે 2 અઠવાડિયામાં કિશોરીને શોધી લાવે નહીંતર DCPને કોર્ટમાં હજાર થવા કર્યો આદેશ
અમદાવાદ: જિલ્લાના ઇસનપુરમાં ધોરણ 10માં ભણતી કિશોરીને તેનો ભાઈ શાળાએ મૂકવા ગયો હતો, પરંતુ ત્યારબાદ કિશોરી શાળામાંથી ગુમ થઈ ગઈ હતી. 18 જાન્યુઆરીથી લઈને આજ સુધી તેનો કોઈ જાણ નથી. કિશોરીના પિતાએ ઇશનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લગભગ 2 મહિના જેટલો સમય વીતી ગયો તેમ છતાં પોલીસ હજી સુધી છોકરી સુધી પહોંચી શકી નથી.
કોર્ટે 2 અઠવાડિયામાં કિશોરીને શોધી લાવે નહીંતર DCPને કોર્ટમાં હજાર થવા કર્યો આદેશ આ પણ વાંચો:સોમનાથ મંદિર વિશે બફાટ કરનારા યુવકને આજે શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે
કોર્ટમાં હેબિયસ કોર્પસની રિટ દાખલ કરાઈ
આ બાબતને લઈને એડવોકેટ શમશાદ ખાન પઠાણ અને એડવોકેટ એજાજ અંસારી દ્વારા બાળકીના પિતા વતી ગુજરાત હાઈકોર્ટેમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેને લઈને સુનાવણી હાથ ધરાઈ હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટેના જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે આદેશ આપ્યો હતો. વધુમાં આ કેસની તપાસ માટે જુનિયર પોલીસ અધિકારીને 2 અઠવાડિયામાં આ બાળકીને શોધી લાવે અને રિપોર્ટ રજૂ કરે અને જો બાળકી ન મળી આવે તો અમદાવાદ ઝોન-6ના DCP એ.એમ.મુનિયા પોતે હાઇકોર્ટે સમક્ષ હાજર થાય અને સાથે હાઈકોર્ટે પોલીસની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:વાપી કોર્ટમાં અસલી આરોપીને બચાવવા નકલી આરોપી રજૂ કરતા ફરિયાદ નોંધાઇ