ગુજરાત

gujarat

ETV Bharat / state

ખોટી ITC લેવા બનાવટી કંપનીઓ બનાવનાર આરોપીને જામીન, બે મહિનામાં 2 કરોડ જમા કરાવવા આદેશ - Bail to accused of taking wrong ITC

ખોટી ITC લેવા માટે બનાવટી કંપનીઓ ઊભી કરવાના આરોપીને હાઇકોર્ટે જામીન આપ્યા છે. જોકે હાઇકોર્ટે એવી શરત મૂકી છે જામીન મળ્યાના બે મહિનામાં અરજદારે સુરત સેલ્સ ટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશનર સમક્ષ બે કરોડ રૂપિયા જમા કરાવવાના રહેશે. fake companies, Bail to accused of taking wrong ITC

ખોટી ITC લેવા બનાવટી કંપનીઓ બનાવનાર આરોપીને જામીન બાદ રૂપિયા 2 કરોડ ભરવાનો આદેશ
ખોટી ITC લેવા બનાવટી કંપનીઓ બનાવનાર આરોપીને જામીન બાદ રૂપિયા 2 કરોડ ભરવાનો આદેશ

By

Published : Aug 31, 2022, 5:58 AM IST

અમદાવાદ આજે કોઈપણ વ્યક્તિ પૈસા માટે થઈને ગેરરીતી કે છેતરપિંડી કરતા અચકાતો નથી અને ત્યારે એવો જ એક કેસ હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં આરોપીએ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Input tax credit )મેળવવા માટે થઈને ઘણી બધી બનાવટી કંપનીઓ (Illegal companies)ઊભી કરી હતી. આ વિગતો જ્યારે સર્ચ વોરંટ દ્વારા બહાર આવી ત્યારે ઘણા બધા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા હતા અને ત્યારબાદ આરોપીને જેલમાં મોકલી દેવામાં દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપીએ જામીન મેળવવા માટે થઈને હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જો કે હાઇકોર્ટે હવે આ આરોપીને જામીન પર મુક્ત કરવા( High Court granted bail )માટે આદેશ કર્યો છે.

ITC મેળવવા માટે બનાવટી કંપની ઊભી કરીઆ આ કેસની હકીકત એવી છે કે, ટેકસ વિભાગને ધ્યાનમાં આવ્યું હતું કે આરોપી ગેરકાયદેસરનું અને ખોટું કામ કરી રહ્યો છે. એ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે બનાવટી કંપનીઓ ઊભી કરવાનું( fake companies to recover fake ITC )કામ કરે છે. આ સમગ્ર ઘટસ્ફોટ એક સર્ચ ઓપરેશન દરમિયાન સામે આવ્યો હતો. જ્યારે એચકે મેટલ અને બ્લ્યૂ સ્ટાર ટ્રેડિંગ કંપની નામના બે એકમો પરના તેમના નોંધાયેલા સરનામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોવડોદરામાં મોબાઈલનાં બોક્સમાંથી સાબુ નિકળતા ઈ-કોમર્સ કંપની સામે ફરિયાદ

બંને કંપની એક જ માલિકીની હતીઆ બંને એકમો ભાવનગરમાં હતા અને તેમનો ધંધો સ્ક્રેપનો હતો. બંને કંપની એક જ માલિકીની હતી અને તેના માલિક તરીકે આરોપીના માતા-પિતાનું નામ નોંધાયેલું હતું. જોકે રેકર્ડ પર એવું સામે આવ્યું હતું કે, આરોપી બંને કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતો હતો અને બંને કંપનીઓના બેંકના તમામ વ્યવહારો પણ તે જ હેન્ડલ કરતો હતો. એટલું જ નહીં સર્ચ દરમિયાન એવું સામે આવ્યું હતું કે, આ ફર્મ હવે અસ્તિત્વમાં જ નથી અને જાહેર સરનામાના સ્થળે આવેલી પણ નથી. પરંતુ તેના બદલે મેસર્સ આશિયા એન્ટરપ્રાઇઝ નામની નવી ફર્મ મળી આવી હતી.

સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યુંટેક્સ વિભાગના વકીલની રજૂઆત હતી કે, મહત્વનું છે કે ટેકસ વિભાગે તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે આ ફર્મ દ્વારા ખોટી રીતે બોગસ ઇનવોઇસ(બિલ) ઊભા કરવામાં આવતાં હતા અને એ ખોટા બિલ મારફતે ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જેતે લાભકર્તાને મળતી હતી. જે માટે કોઇ પણ પ્રકારના માલની લે વેચ પણ કરવામાં આવતી નહોતી. તપાસ દરમિયાન એવો દાવો કર્યો હતો કે આરોપીએ આ ખોટી રીત અપનાવીને સરકારની તિજોરીને રૂપિયા 21.59 કરોડ જેટલું માતબર નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચોસુરત ક્રાઈમ બ્રાન્ચે કરોડોની છેતરપિંડી કરનાર CAની કરી ધરપકડ

નીચલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતીઆ મામલે આરોપી દ્વારા જામીન માટે પહેલા નીચલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે રદ થતાં તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને તેમાં હાઇકોર્ટે તેને રૂપિયા 10,000ના પર્સનલ બોન્ડ અને એટલી જ રકમની સ્યોરિટી પર જામીન આપ્યા છે. જોકે એમાં અન્ય શરતો સાથે એવી શરત પણ મૂકી છે કે અરજદારે જામીન પર છૂટ્યાના બે મહિનાની અંદર ટેક્સ વિભાગમાં બે કરોડ રૂપિયા જમા કરાવી દેવાના રહેશે.બે કરોડ રૂપિયા જમા કરાવવાખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે બનાવટી કંપનીઓ બનાવનાર આરોપીને હાઇકોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જોકે હાઇકોર્ટે એવી શરત મૂકી છે જામીન મળ્યાના બે મહિનામાં અરજદારે સુરત સેલ્સ ટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશનર સમક્ષ બે કરોડ રૂપિયા જમા કરાવવાના રહેશે.

ABOUT THE AUTHOR

...view details