ગુજરાત

gujarat

ETV Bharat / state

DPS વિવાદ: કોર્ટે મંજુલા શ્રોફ સહિત ત્રણેય આરોપીઓને ધરપકડમાંથી રાહત આપી

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમની સાથે હાથીજણ ખાતે આવેલી DPS સ્કૂલ પણ વિવાદમાં સંપડાઈ છે. શાળા મુદ્દે શિક્ષણ વિભાગમાં રજૂ કરાતો NOC બોગસ હોવાથી DPS સ્કુલના ટોચના આધિકારીઓ વિરૂધ દાખલ થયેલી પોલીસ ફરિયાદ મુદ્દે બુધવારે પોલીસ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ સમક્ષ સોંગદનામું રજૂ ન કરી શક્તા કોર્ટે આ કેસના ત્રણેય આરોપી મંજુલા શ્રોફ, હિતેન વંસત અને અનિતા દુવાને અગામી મુદત સુધી ધરપકડમાંથી રાહત આપી છે.

manjula
મંજુલા

By

Published : Dec 4, 2019, 8:23 PM IST

અરજદારના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં ત્રણેય આરોપીઓને પોલીસ સોંગદનામું રજૂ ન કરે ત્યાં સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે તેવી દાદ સાથે અરજી દાખલ કરતા કોર્ટે તેને માન્ય રાખીને અગામી મુદ્દત સુધીમાં ધરપકડમાંથી રાહત આપી છે. આ કેસની વધુ સુનાવણી 6 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કોંગ્રેસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુવા સામે બોગ્સ NOC મુદ્દે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કુલની માન્યતા રદ કરી હતી.

CBSE દ્વારા સ્કુલની માન્યતા રદ કરવા સાથે એ પણ લેટરમાં જણાવવામાં આવ્યું હતું કે, ધોરણ 10 અને 12ના આ વર્ષના જેટલા વિધાર્થીઓ છે. તે માર્ચ 2020ની બોર્ડની પરીક્ષા આપી શકશે, પરતું નિયમ મુજબ ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ બોનાફાઈડ રજિસ્ટર્ડમાં નોંધાયેલા જીઆર નંબર સાથેના હોવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details