ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસના બે આરોપીઓને કોર્ટે રાજસ્થાન જેલ ટ્રાન્સફર કર્યા - અમદાવાદ હોમેલ બ્લાસ્ટના બે આરોપીને રાજસ્થાન ટ્રાન્સફર કરવાની કોર્ટે આપી મંજૂરી

વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં બે આરોપીઓને રાજસ્થાન જેલ ટ્રાન્સફર કરવાની અરજી અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે મંજુર કરી છે. બૉમ્બ બ્લાસ્ટના 12 વર્ષ બાદ આ ઓર્ડર આપવામાં આવ્યો છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત નીપજ્યાં હતા.

ETV bharat
અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસના બે આરોપીઓને કોર્ટે રાજસ્થાન જેલ ટ્રાન્સફર કરવા આપી મંજૂરી

By

Published : Jul 27, 2020, 2:19 PM IST

અમદાવાદ : બૉમ્બ બ્લાસ્ટ કેસના બે આરોપી જયપુરમાં નોંધાયેલા ગુના હેઠળ ત્યાંના મેજિસ્ટ્રેટ આરોપીઓ સામે વોરન્ટ કાઢતા અમદાવાદ સ્પેશ્યલ કોર્ટે બંને આરોપી સૈફ શેખ અને સૈફીઉર અંસારીને ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે બંને આરોપીઓના ટ્રાન્સફર એટલા માટે મંજુર કર્યા કારણ કે બંનેના CRPCની કલમ 313 નિવેદન નોંધાઈ ચુક્યા છે.અને હવે ટૂંક સમયમાં આ કેસમાં છેલ્લીવખત રજૂઆતો કરવામાં આવશે.

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસના બે આરોપીઓને કોર્ટે રાજસ્થાન જેલ ટ્રાન્સફર કરવા આપી મંજૂરી
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અને હાઈકોર્ટની પરવાનગી લીધા બાદ અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી કોરોના કાળમાં પણ સ્પેશ્યલ કોર્ટ રૂમમાં કરવામાં આવી રહી છે. આ કેસના મોટાભાગના આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં માત્ર બે આરોપી નાવેદ કાદરી અને અયાઝ શેખના જામીન મંજુર કરવામાં આવ્યા છે. અયાઝ શેખ કેસમાં સાક્ષી બની જતાં તેમના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

26મી જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં એક પછી એક 19 બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત નીપજ્યાં હતા. સિવિલ અને એ.લ.જી હોસ્પિટલ બહાર પણ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર હુમલાની જવાબદારી ઇન્ડિયન મુજાહિદિન આંતકી સંગઠન દ્વારા લેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details