ગુજરાત

gujarat

ETV Bharat / state

કોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી - અમદાવાદ દુષ્કર્મ કેસ

મુંબઈની 15 વર્ષીય સગીર યુવતીનું અમદાવાદના શાહીબાગમાં દુષ્કર્મ દરમિયાન ગર્ભ રહી જતાં અમદાવાદ સેશન્સ કોર્ટે 12 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી છે.

કોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી
કોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી

By

Published : Jun 12, 2020, 8:57 PM IST

અમદાવાદ : અમદાવાદ સેશન્સ કોર્ટે સગીર વયની યુવતીની મેડિકલ રિપોર્ટ અને 12 સપ્તાહ સુધીનો ગર્ભ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટની સલાહ અને રિપોર્ટ બાદ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

મેડિકલ ટર્મિનોલોજી એકટ પ્રમાણે 20 સપ્તાહથી ઓછા સમયમાં ગર્ભપાત કરી શકાય જોકે તેના માટે કોર્ટ પાસેથી મંજૂરી લેવી પડે છે. કોર્ટની મંજૂરી વગર ગર્ભપાત ગુનાપાત્ર છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, મૂળ ઉત્તર પ્રદેશમાં જન્મેલી અને મુંબઈમાં રહેતી 15 વર્ષિય સગીરા યુવતી મે મહિનામાં જ્યારે અમદાવાદ આવી હતી ત્યારે શાહીબાગ વિસ્તારમાં આરોપી પૃથ્વીરાજ ઠાકોર દ્વારા તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details