ગુજરાત

gujarat

ETV Bharat / state

નવરાત્રી માટે ખેલૈયાઓમાં થનગનાટ, શીખી રહ્યા છે નવિન સ્ટેપ્સ

અમદાવાદઃ નવરાત્રી માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં ધુમ મચાવવા ગરબા રસિકો અલગ અલગ સ્ટેપ્સ શીખવા ક્લાસ કરી રહ્યા છે.

નવરાત્રી માટે ખેલૈયાઓમાં થનગનાટ, શીખી રહ્યા છે નીતનવા સ્ટેપ્સ

By

Published : Sep 17, 2019, 11:54 PM IST

ગુજરાતની અસ્મિતા નવરાત્રીના તહેવારનું કાઉન્ટ ડાઉન શરુ થયુ છે. આસ્થા અને શ્રધ્ધાના સંગમ સમા નવરાત્રીના તહેવાર માટે ખેલૈયાઓ થનગની રહ્યાં છે. અમદાવાદના ખેલૈયાઓ નવરાત્રીને મન ભરીને માણવા અને યાદગાર બનાવવા માટે ખાસ તૈયારીઓમાં લાગી ગયા છે. આજની યંગ જનરેશન ભલે ટ્યુશન ક્લાસીસ જવામાં આળસ કરતી હોય પરંતુ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવા માટે ગરબા ક્લાસ જરૂર કરે છે. નવરાત્રીમાં ગરબાની રમઝટ અને ગીત સંગીતની સાથે-સાથે ખૈલેયાઓના રાસ ગરબાની સ્ટાઈલની પણ બોલબાલા હોય છે.

નવરાત્રી માટે ખેલૈયાઓમાં થનગનાટ, શીખી રહ્યા છે નીતનવા સ્ટેપ્સ

નવરાત્રી માટે દરેક ગુજરાતીઓમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ હોય છે. બાળકો, યુવાનો અને ગૃહિણીઓથી લઈ સિનિયર સિટીઝનમાં પણ રાસ શીખવા માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મિત્રો અને ઓળખીતાઓને ચોંકાવી દેવા અને પોતાના વિસ્તારમાં થતી નવરાત્રિમાં ઇનામ મેળવવાની તમન્ના પૂરી કરવા માટે ગરબા રસિકો ગરબા ક્લાસીસ તરફ વળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details