આ અંગે ABVPના પ્રદેશ મંત્રી નિખિલ જેઠીયાએ જણાવ્યું હતું કે યુનિવર્સીટી દ્વારા 960 સીટોનો ગફલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ આ કૌભાંડમાં સામેલ છે અને તેમના દ્વારા ABVP નાકાર્યકરોને કેમ્પસમાં મારવામાં આવ્યા હતા.
ગુજરાત યુનિવર્સીટીમાં EWS ક્વોટાની બેઠકોમાં ભરવાના કૌભાંડ સાથે ABVP અને NSUIનું હલ્લાબોલ - CONGRESS
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટીમાં EWS ક્વોટામા આવતી ખાલી પડેલી સીટ ભરવામાં ગેરરીતિ કર્યા હોવાનો આક્ષેપ ABVP દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતને લઈ મંગળવારે NSUI અને ABVPના કાર્યકર્તાઓએ યુનિવર્સીટીમાં મારામારી કરી હતી.
AHD
5 કરોડ 76 લાખનું મસમોટું કૌભાંડ કરવામાં આવ્યું છે જે ABVP ખુલ્લું પાડ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ લડત આપી રહ્યા છે ત્યારે સીટો રદ થાય, ફરી પ્રવેશ પ્રક્રિયા થાય અને કૌભાંડી નેતાઓ સામે પગલાં લેવાઈ તેવી અમારી માંગ કરી છે.
કુલપતિને આ અંગે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આ મામલે કુલપતિએ મારમારી અંગે ફરિયાદ મળી હોવાનું અને EWS ની 960 સીટોનું કૌભાંડ ન થયું હોવાનું જણાવ્યું હતું.