અમદાવાદમાં કોરોના કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ વિગત વાર માહિતા આપી હતી. કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેની સત્તાવાર માહિતી આપી હતી.
કોર્પોરેટર બદરૂદ્દીન શેખની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટિલેટર પર રખાયા - Municipal Commissioner Vijay Nehra
અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને હોસ્પિટલ દ્વારા તેમને વેન્ટિલેટર હેઠળ મુકવામાં આવ્યા છે. જેની મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા દ્વારા વિગત વાર માહિતા આપી હતી.
કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. પરંતુ તેમની તબિયત લથડી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની સૂત્રો પાસેથી જાણકારી મળી છે. જેને લઈને હોસ્પિટલ દ્વારા તેમને વેન્ટિલેટર હેઠળ મુકવામાં આવ્યા છે.
વિશ્વના સૌથી વધુ ટેસ્ટ કરનારા ગ્રુપમાં અમદાવાદ પહોંચી ગયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં નવા 10676 લોકોના સેમ્પલ લેવાયા છે. ગુલબાઈ ટેકરામાં કોરોનાના 7 પોઝિટિવ કેસ વિશે પણ તેમને વિગતવાર હકીકત જણાવી હતી.
ફિલ્ડમાં જઈને સેમ્પલ લેવુ ખરેખર જોખમી છે. આરોગ્યના કર્મચારીઓ દસેક દિવસથી ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. તે ખરેખર સરાહનીય છે. 742 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ઘરમાં સર્વે કરવામાં આવ્યા છે. 6 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ છે.