અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં આવ્યા છે.જેમાં બાળકે, યુવાનો, વૃદ્ઘ ઉપરાંત ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પણ કોરોના વાયરસના ઝપેટમાં આવ્યા છે. વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એલ.ડી.ઓડેદરાના ડ્રાઈવરને કોરોનાનો રીપોર્ટ પોસિટિવ આવ્યો છે.
અમદાવાદ: વેજલપુર PIના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં PI કોરેન્ટાઈનમાં - corona cases in ahemdabad today
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પણ કોરોના વાયરસના ઝપેટમાં આવ્યા છે. જેમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈના ડ્રાઈવરને પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદમાં પી.આઈના ડ્રાઈવરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ
પી.આઈ ઓડેદરાને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉપરાંત જે લોકો ડ્રાઈવરના સંપર્કમાં આવ્યા હોય તેમને પણ કોરેન્ટાઈન કરીને રીપોર્ટ કરાવવામાં આવ્યા છે. હાલ સમગ્ર વેજલપુર પોલીસ સ્ટેશનમાં કોરોનાને કારણે ભય ફેલાયો છે.