ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સુરક્ષા વીમાનું પ્રીમિયમ અને સારવારનો ખર્ચ આવકવેરામાંથી બાદ આપવા માંગ - સ્પેશિયલ સ્ટોરી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ નવા નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. કોરોનાને કારણે સંસદનું શિયાળુ સત્ર મળવાનું નથી. જેથી જાન્યુઆરીના અંતમાં બજેટ સત્ર મળશે, જેમાં 1 ફેબ્રુઆરી, 2021ના રોજ બજેટ રજૂ થવાની શકયતા છે. બજેટમાં કોરોના પોઝિટિવ થયેલ દર્દીને સારવાર ખર્ચ અને કોરોના સુરક્ષા કવચ લીધુ હોય તો તેનું પ્રીમિયમ આવકવેરાની કલમ 80ડીમાં બાદ મળવું જોઈએ, તેવી માંગ છે.

કોરોના સુરક્ષા વીમાનું પ્રિમિયમ અને સારવારનો ખર્ચ આવકવેરામાંથી બાદ આપવા માંગ
કોરોના સુરક્ષા વીમાનું પ્રિમિયમ અને સારવારનો ખર્ચ આવકવેરામાંથી બાદ આપવા માંગ

By

Published : Dec 30, 2020, 11:10 AM IST

Updated : Dec 30, 2020, 12:50 PM IST

  • કોરોના વીમાનું પ્રીમિયમ આવકવેરામાં મુક્તિ આપવા માંગ
  • મેડીકલેઈમનું પ્રીમિયમ રૂપિયા 25,000 બાદ મળે છે
  • કોરોના વૈશ્વિક મહામારી હતી, જેથી તેના સારવારનો ખર્ચ બાદ આપો

અમદાવાદ : આવકવેરાના કાયદા પ્રમાણે હાલ હેલ્થને લગતા મેડીકલેઈમનું પ્રીમિયમ રૂપિયા 25,000 સુધી આવકવેરામાંથી 100 ટકા રકમ બાદ મળે છે. તેમજ સિનીયર સીટીઝનને રૂપિયા 50,000નું પ્રીમિયમ બાદ મળે છે. પણ કોરોના કવચ અને કોરોના સુરક્ષા કવચ નામે બે પોલીસી આવી, તે પોલીસી 9 મહિનાની હતી. જેમાં લાખો લોકોએ કોરોના સામે રક્ષણ મેળવવા વીમો લીધો છે અને પ્રીમિયમ પણ ચુકવ્યું છે. જોકે, કેન્દ્ર સરકાર કે, ઈરડા દ્વારા કોરોના સુરક્ષા વીમાનું પ્રીમિયમ આવકવેરામાંથી બાદ મળશે કે નહી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કોરોના સુરક્ષા વીમાનું પ્રિમિયમ અને સારવારનો ખર્ચ આવકવેરામાંથી બાદ આપવા માંગ

કોરોના સામે રક્ષણ મેળવવા લીધેલ વીમો અને હેલ્થ રીલેટેડ

80 ડી હેઠળ મેડીકલેઈમનું પ્રીમિયમ રૂપિયા 25,000 સુધી આવકવેરામાં મુક્તિ મળે છે. પણ કોરોના સામે રક્ષણ મેળવવા માટે રૂપિયા 25,000 કરતાં વધુ પ્રીમિયમ ચુકવ્યું હોય તો તે બાદ મળવું જોઈએ. કરવેરા નિષ્ણાંત જણાવે છે કે, કોરોનાએ વૈશ્વિક મહામારી છે અને કોરોનાની સારવારમાં થયેલ ખર્ચ અને કોરોના સામે રક્ષણ મેળવવા લીધેલ વીમાનું પ્રીમિયમ હેલ્થ રીલેટેડ છે, માટે તે આવકવેરામાંથી બાદ મળવું જ જોઈએ.

લોકડાઉન અને કોરોના પોઝિટિવ દર્દીઓને બેવડો માર પડ્યો

નાણાપ્રધાન નિર્મલા સીતારમન પાસે માંગ કરીએ તો 1 ફેબ્રુઆરી, 2021ના રોજ રજૂ કરનાર બજેટમાં કોરોના સામે રક્ષણ મેળવવા લીધેલ વીમો, તેનું પ્રીમિયમ આવકવેરામાંથી બાદ મળવું જોઈએ, અને કોરાનાની સારવારનો ખર્ચ પણ બાદ આપવો જોઈએ. કોરોના વૈશ્વિક મહામારી વખતે ત્રણ મહિનાનું લોકડાઉન હતું, ત્યારે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ હતા. તેમજ નોકરી કરનારને પણ કંપનીઓએ પગાર કાપ આપ્યો હતો. આવા કપરા સંજોગોમાં કોરોના પોઝિટિવ થયા હોય તેમને સારવારનો ખર્ચ ભોગવવાનો આવ્યો છે, અને કોરોના સામે રક્ષણ મેળવવા માટે વીમાનું પ્રીમિયમ પણ ભર્યું હતું. આમ લાખો લોકોને કોરોનાને કારણે બેવડો માર પડ્યો છે. આથી આગામી બજેટમાં કોરોના કવચ હેઠળ ભરેલ પ્રીમિયમને આવકવેરામાંથી મુક્તિ આપવી જોઈએ.

Last Updated : Dec 30, 2020, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details