- અમદાવાદની કિડની હોસ્પિટલમાં કોરોના માટે 400 બેડ કાર્યરત
- વધતા જતા કોરોના વાઈરસના કેસને ધ્યાને રાખી કરવામાં આવ્યા બેડ કાર્યરત
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા લેવામાં આવી મુલાકાત
અમદાવાદઃ જિલ્લામાં વધતાં જતાં કોરોના વાઇરસના કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દિવસે દિવસે સતર્ક થઇ રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી અમદાવાદની અત્યાધુનિક નવનિર્મિત કિડની હોસ્પિટલમાં 400થી વધુ કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેની નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા મંગળવારના રોજ કાર્યરત કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં અત્યાધુનિક કિડની હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યો કોરોના વોર્ડ, શરૂઆતમાં 400 બેડ રહેશે કાર્યરત ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા નવનિર્મિત કિડની હોસ્પિટલની મુલાકાત રાજ્યમાં એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અને દિવસે દિવસે મૃત્યુઆંક પણ વધી રહ્યા છે. કોરોનાના વધતાં જતાં કેસને ધ્યાને રાખી સરકાર પણ સતર્ક હોય તેવું જોવા મળી રહ્યું છે. અમદાવાદ manjushree mill ખાતે આવેલી નવનિર્મિત કિડની હોસ્પિટલમાં હાલના તબક્કે 400થી વધુ કોરોના બેડની શરૂઆત કરવામાં આવ્યા છે. જેને લઇ આજથી કોરોનામાં દાખલ થઈ રહેલા તમામ દર્દીઓને કિડની હોસ્પિટલમાં બનાવવામાં આવેલા 400 બેડ માં પણ રિફર કરવામાં આવશે. જે વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.
અમદાવાદમાં અત્યાધુનિક કિડની હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યો કોરોના વોર્ડ આ સુવિધાઓથી સજ્જ છે કોરોના વોર્ડકિડની હોસ્પિટલમાં બનાવવામાં આવેલા કોરોનાના 400 બેડની તૈયારીની જો વાત કરીએ તો ટેક્નોલોજીથી સજ્જ કિડની હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારત ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેન્યુ ફેક્ચરિંગ કરવામાં આવેલા વેન્ટિલેટર પર ગોઠવી દેવામાં આવ્યા છે. શરૂઆતમાં મળતી માહિતી પ્રમાણે હાલના તબક્કે 20 જેટલા વેન્ટિલેટર 400 બેડની હોસ્પિટલમાં મુકવામાં આવ્યા છે.