- સિવિલમાં કોરોના ડ્રાય રન સફળ
- 25 હેલ્થ વર્કર પર કરાયું પરીક્ષણ
- પ્રથમ પરીક્ષણ રહ્યું સફળ
અમદાવાદ: સમગ્ર દેશ જ્યારે કોરોના વેક્સિનેશનની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડ્રાય રન એટલે કે, વેક્સિનેસન કામગીરીનો પૂર્વાઅભ્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 25 હેલ્થકેર વર્કરોમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ડ્રાયન રન હાથ ધરવામાં આવી હતી.
વેક્સિનની પ્રક્રિયા?
અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં તૈયાર કરાયેલા વેક્સિનેટરમાં સમગ્ર પ્રક્રિયાનું સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યુ હતુ. આ ડ્રાય રનની સમગ્ર પ્રક્રિયા વિગતે જોઇએ તો ડ્રાય રનમાં પહેલેથી નોંધાયેલા વેક્સિન લેનારા ઉપભોક્તાનું કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ CO-WIN સોફ્ટવેરમાં નામાંકન કરવામાં આવે છે. ઉપભોક્તાએ પોતાનું ઓળખ પત્ર બતાવીને કોરોના વેક્સિન મેળવવાની રહેશ, ત્યાર બાદ તેને મુલાકાત ખંડ એટલે કે, વેઇટીંગ એરીયામાં બેસાડવામાં આવે છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં ઉપભોક્તાને શરદી, ઉધરસ કે, અન્ય લક્ષણ જણાઇ આવે તો તેનું વેક્સિનેસન માટે અન્ય દિવસે ગોઠવવામાં આવ છે. પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસ રસીકરણની ડ્રાય રન સફળ.... વેક્સિન આપ્યા બાદ નિરક્ષણ કરવામાં આવે છે
આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલા દર્દીને સ્વાસ્થ્ય લગતી કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સઘન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ છે. અતિગંભીર પરિસ્થિતિમાં અથવા વેક્સિનની કોઇપણ પ્રકારની આડઅસર જણાઇ આવે તો અથવા અન્ય પ્રકારની તબીબી અણધારી પરિસ્થિતી સર્જાતા વેક્સિન લેનારા વ્યક્તિને ICUમાં દાખલ કરવા સુધીની પણ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસ રસીકરણની ડ્રાય રન સફળ.... કોરોના રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડ્રાય રન
આ સમગ્ર પ્રક્રિયાની ડ્રાય રન પ્રત્યક્ષ કરાવીને આગામી સમય માટેની કોરોના રસીકરણની પ્રક્રિયાની સંપૂર્ણ તૈયારીની પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી. મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળોએ કોરોના રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડ્રાય રન યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સહયોગથી અમારા જૂના ટ્રોમાં સેન્ટર ખાતે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આગામી સમયમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ, નર્સિંગ, પેરામેડિકના કુલ 7000 સ્ટાફમિત્રો, હેલ્થકેર વર્કરમાં કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. જે માટે જૂના ટ્રોમા સેન્ટર સમગ્ર પ્રક્રિયાને વધુ સધન બનાવવા વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના તમામ દિશા નિર્દેશોનું પાલન કરીને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.