અમદાવાદઃ કોવિડ-19 વાઇરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લામાં કોરોના સંદર્ભે 147 લોકોના લેવાયેલા સેમ્પલ પૈકી 2 પોઝિટિવ અને 155 નેગેટિવ આવ્યાં છે. આ સાથે અત્યાર સુધીમાં લેવાયેલા કુલ 919 સેમ્પલ પૈકી 899 નેગેટિવ અને 20 કેસ પોઝિટિવ જણાયા છે. તે પૈકી 15 દર્દીઓ સારવાર હેઠળ છે અને 5 દર્દીઓ રીકવર થયા છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં મેગા સર્વે હાથ ધરાયો છે, જો કે જિલ્લા માટે રાહતના સમાચાર એ છે કે, અમદાવાદ ગ્રામ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે તેની પાછળ તંત્ર દ્વારા સતત લેવાતા રક્ષાત્મક પગલાને પરિણામે આવી સુખદ પરિસ્થિતિ નિર્માણ પામી છે.
જિલ્લામાં પ્રવેશતા વિવિધ માર્ગો પર રીંગ રોડ પર 8 ચેકપોસ્ટ બનાવેલી છે. આ તમામ ચેકપોસ્ટ પર તબીબી તપાસ તથા રક્ષણાત્મક પગલા લેવામાં આવે છે. અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા માર્ગો પરની આ 8 ચેક પોસ્ટ પર અત્યાર સુધી 73,884 લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધરાવતાં કે શંકાસ્પદ જણાતાં 24 જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં સ્ક્રીનીંગ કરાયેલી 6,872 પૈકી એક પણ વ્યક્તિમાં આવા કોઈ પણ સામાન્ય તાવ કે શરદીના લક્ષણ જણાયા નથી.
ગામડાઓમાં “ગ્રામ યોદ્ધા કમિટી“ બનાવાઈ છે, આ કમિટી ગામમા અવર-જવર કરતા લોકોનું રજીસ્ટર નિભાવે છે. 460 ગામોમાં આવા 16,033 લોકોની અવર-જવરની નોંધણી કરાઈ છે. એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ જિલ્લામાં 919ના સેમ્પલ લેવાયા, 20 પોઝિટિવ, 899 નેગેટિવ - 15 patients are under treatment and 5 patients have recovered.
કોવિડ-19 વાઇરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યકરાઇ રહ્યું છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતુ કે, અમદાવાદ જિલ્લામાં મેગા સર્વે હાથ ધરાવામાં આવશે.
અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 1,347 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા. તે પૈકી 673 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પૂર્ણ કરતાં આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
હાલ 673 લોકો હોમ કોરેન્ટાઈનમાં છે અને 1 વ્યક્તિ ફેસિલિટિ કોરેન્ટાનમાં છે. જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધુ 15, સાણંદ તાલુકામાં 3, તથા બાવળા, વિરમગામ, ધંધુકા અને માંડલ તાલુકામાં એક-એક મળી કુલ 22 લોકો પોઝિટિવ લક્ષણો ધરાવે છે. જો કે જિલ્લામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.