- શહેરમાં ફરી શરૂ કરાશે સુપર સ્પ્રેડર્સના કોરોના ટેસ્ટ
- 15થી વધુ સ્થળો પર કરાશે સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ
- દૈનિક જરૂરિયાતની કામગીરી કરતા લોકોના ટેસ્ટ ફરજિયાત
અમદાવાદ: મ્યુનિસિપલ કોપોરેશનના વિસ્તારમાં નિશ્ચિત કરેલા કોમ્યુનીટી હોલ, મસ્ટર સ્ટેશન વગેરે મળી કુલ 15થી વધુ જગ્યાઓએ સુપર સ્ટેડરના રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે શાકભાજીના વેપારી, દવાઓ, કરિયાણાના વેપારી, વાળંદ, રીક્ષા ડ્રાઇવર, કડિયા કામ કરતા કારીગર વગેરે સુપર સ્પ્રેડર્સ લોકોએ એંન્ટિજન ટેસ્ટિંગ કરાવી તેનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત બનશે.
આ પણ વાંચો:લુણાવાડામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સુપર સ્પ્રેડર માટે કોરોના ટેસ્ટની સ્પેશ્યિલ ડ્રાઇવ યોજાઈ