ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના : ગુજરાત હાઇકોર્ટમાં સેનેટાઇઝ ટનલ ઉભી કરાઈ - અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટમાં ૧૫મી એપ્રિલથી સિંગલ અને ડિવિઝન આમ કુલ બેન્ચ 6 બેન્ચ સુનાવણી કરશે તેના સાવચેતીના ભાગરૂપે હાઇકોર્ટ પરિસરમાં સેનેટાઈઝ ટનલ ઉભી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં પ્રવેશતાં પહેલાં દરેકને તેમાંથી ફરજીયાતપણે પસાર થવું પડશે

કોરોના : ગુજરાત હાઇકોર્ટમાં સેનેટાઇઝ ટનલ ઉભી કરાઈ
કોરોના : ગુજરાત હાઇકોર્ટમાં સેનેટાઇઝ ટનલ ઉભી કરાઈ

By

Published : Apr 14, 2020, 7:36 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં ૧૫મી એપ્રિલથી સિંગલ અને ડિવિઝન આમ કુલ બેન્ચ 6 બેન્ચ સુનાવણી કરશે. તેના સાવચેતીના ભાગરૂપે હાઇકોર્ટ પરિસરમાં સેનેટાઈઝ ટનલ ઉભી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં પ્રવેશતા પહેલાં દરેકને તેમાંથી ફરજિયાતપણે પસાર થવું પડશે. હાઈકોર્ટના વકીલ અને જજ દ્વારા લાવવામાં આવતા દસ્તાવેજને પણ સ્પ્રે ગનથી સેનેટાઇઝ કરવામાં આવશે.

ચીફ જસ્ટિસ વિક્રમનાથના આદેશ પ્રમાણે હાઇકોર્ટનો સ્ટાફ તમામને માસ્ક, હેન્ડ ગ્લોવ અને સેનેટાઇઝર પૂરું પાડશે. હાઇકોર્ટમાં પ્રવેશવા અને મોટાભાગની કચેરીઓ આવેલી છે. ત્યાં જ સેનેટાઈઝ ટનલ ઉભી કરવામાં આવી છે.હાઇકોર્ટમાં બુધવારે 6 અલગ અલગ જજ સુનાવણી માટે બેસશે. જેમાં મોટાભાગની જામીન અરજી પર સુનાવણી થશે. રાજ્યમાં જ્યારથી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી હાઈકોર્ટમાં અરજન્ટ કેસની સુનાવણી થતી હતી. જોકે હવે વધુ સુનાવણી થશે.

ABOUT THE AUTHOR

...view details