અમદાવાદ: અરજદાર તરફથી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, દક્ષિણ ગુજરાતના ચારથી પાંચ જિલ્લામાં આવેલી ખાંડના વ્યવસાય સાથે સંકળાયેલા આશરે 2 લાખ કારીગરો પૈકી મહારાષ્ટ્રથી આવતા 90 હજાર કારીગર અટવાઈ ગયા હોવાની રજૂઆત કરી હતી અને તેમને ગુજરાત બહાર જવા દેવાની પરવાનગી આપવામાં આવતી નથી.
હાઇકોર્ટમાં અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી છે કે, ખાંડના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોને પગાર ચૂકવવામાં આવ્યાં નથી. આ કારીગરો સરકારના રેકોર્ડ હેઠળ નોંધાયેલા ન હોવાથી તેમને કોઈ સહાય મળતી નથી. જેથી આ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફે કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, સરકાર આ કારીગરીની કઈ રીતે મદદ કરવી એ અંગે નિણર્ય લેશે. કારીગરોની મદદ કરવા માટે સ્થાનિક એનજીઓની પણ સરકાર મદદ લેશે.