ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં સરકારી ગોદામમાં કામ કરતાં 6 લોકો પોઝિટિવ, અન્ય મજૂરો કામથી અળગા થયા - સરકારી ગોદામમાં 6 વ્યકતિઓને કોરોના પોઝિટિવ

અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી ગોદામમાં દાળ વિભાગના મેનેજર સહિત સાથે 6 વ્યકિતઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિણામે કામદારોમાં ભય વ્યાપતા તેઓ કામથી અળગા થયા છે. તેમને સંપુર્ણ ગોડાઉનને સેનેટાઈઝ કરવાની અને દરેક કર્મચારીની આરોગ્ય તપાસની માંગ કરી છે.

ahmedabad
અમદાવાદ

By

Published : May 23, 2020, 9:09 PM IST

અમદાવાદ : પખવાડિયા પહેલા સીટી ગોદામના વિભાગ-2ના મેનેજર અને એક મજુરનો રિપોટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે શનિવારે ગોદામના મુખ્ય કોન્ટ્રાક્ટર અને ગોદામના ગેટકીપર સહિત 6 વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોદામમાં કામદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાને લઈને ગોદામમાં કામ કરતા વ્યક્તિઓએ ગોદામમા તંત્ર દ્વારા સેનેટાઈઝ અને દવાના છંટકાવની માંગ કરી હતી. અત્યારે ગોદામમા કામ કરતા કોન્ટ્રાક્ટરોના મજુરો કામ કરવાથી અળગા થઈ ગયા છે.

અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી ગોદામમા દાળ વિભાગના મેનેજર સહિત સાથે 6 વ્યકિતઓને કોરોના પોઝિટિવ

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનની નજીક આવેલો છે. તેથી કોરોના પોઝિટિવ વ્યક્તિઓ આ વિસ્તારમાં લોકોના સંપર્કમાં આવ્યા હોવાનું બની શકે. જો આ ગોદામમાં કામ કરતા તમામ કર્મચારીઓની તબીબી ચકાસણી કરાય તો વધુ કોરોના સંક્રમિતો વધવાની આશંકા સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details