અમદાવાદ: કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ - Ahmedabad samachar
કોરોનાની મહામારીમાં દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓના કોરોના પોઝિટિવ આવ્યાં છે. જ્યારે અત્યાર સુધી 245 જેટલા પોલીસકર્મીઓને સારવાર કરીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે, જ્યારે અન્ય 60 જેટલા કર્મીઓની સારવાર ચાલી રહી છે.
અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓના કોરોના પોઝિટિવ
અમદાવાદઃ કોરોનાને વાઇરસની શરૂઆતથી જ લોકોમાં સંક્રમણ ના વધે તે માટે પોલીસ જવાનો દિવસ રાત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જેમાં કોરોના વાઇરસમાં અનેક પોલોસકર્મીઓ સપડાયા છે, ત્યારે આજે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.