ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેરમાં 16 પોલીસ જવાનના કોરોના પોઝિટિવ, તમામની હાલત સુધારા પર - Corona-positive of 16 policemen i

અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરાવતા પોલીસકર્મીઓ પણ કોરોના વાયરસમાં સપડાયા છે. અમદાવાદમાં 16 પોલીસકર્મીઓનો કોરોના પોઝિટિવ આવ્યા છે. પરંતુ તમામની હાલત સુધારા પર છે. તેમજ લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા અસરકારક રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Apr 18, 2020, 7:15 PM IST

અમદાવાદ : લોકડાઉનના 25 દિવસ દરમિયાન 5294 ગુના દાખલ કરી 11,953 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં ડ્રોનથી પણ નજર રાખીને લોકો પર નજર રાખવામાં આવી રહી છે. 15 વિસ્તાર ક્લસ્ટર કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યાં સ્થાનિક પોલીસ ઉપરાંત SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. સીનિયર સિટીઝનની પણ ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. જેમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ક્લસ્ટર કોરોન્ટાઈન તોડીને લોકો બહાર આવ્યા અને કીટ વિતરણમાં જે વર્તન કર્યું તે બદલ અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં 16 પોલીસ જવાનના કોરોના પોઝિટિવ, તમામની હાલત સુધારા પર
શહેરના 7 પોલીસ સ્ટેશનની અંદર આવતા વિસ્તારમાં કરફ્યૂ રાખવામાં આવ્યું છે. જ્યાં 1 ADGP, 2 JCP,4 DCP, 8 ACP, 14 PI અને 2158 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેરામિલેટ્રી ફોર્સ પણ ઉતારવામાં આવી છે. કરફ્યુના વિસ્તારમાં બપોરે 3 કલાક મહિલાઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ જો મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખે તો આપેલ છૂટ પાછી લેવામાં આવશે.


પોલીસ કમિશનર આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ શહેરમાં ફરજ બજાવતા 16 પોલીસ કર્મીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે કાલુપુર, ગાયકવાડ હવેલી અને ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમાં 16 પૈકી માત્ર 2 પોલીસકર્મીને સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે. બાકીના 14 જવાનોમાં લક્ષણો જોવા મળ્યા નથી. પોલીસ લાઇન અને પોલીસ સ્ટેશનને સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details