ગુજરાત

gujarat

ETV Bharat / state

નહેરુબ્રિજ-કાલુપુર શાકભાજી માર્કેટ અને ફ્રૂટમાર્કેટ બંધ, લાલદરવાજામાં કોરોના કેસ વધતાં લેવાયો નિર્ણય - ઈટીવી ભારત

શહેરના ભારે અવરજવરવાળાં વિસ્તાર કાલુપુર અને લાલદરવાજામાં કોરોના પોઝિટિવ કેસ વધતાં પ્રશાસને નહેરુબ્રિજ અને કાલુપુર શાકમાર્કેટ, ફ્રૂટમાર્કેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આવતીકાલ 8મીથી આ નિર્ણય અમલમાં આવશે.

નહેરુબ્રિજ-કાલુપુર શાકભાજી માર્કેટ અને ફ્રૂટમાર્કેટ બંધ, લાલદરવાજામાં કોરોના કેસ વધતાં નિર્ણય
નહેરુબ્રિજ-કાલુપુર શાકભાજી માર્કેટ અને ફ્રૂટમાર્કેટ બંધ, લાલદરવાજામાં કોરોના કેસ વધતાં નિર્ણય

By

Published : Apr 7, 2020, 7:29 PM IST

અમદાવાદઃ ગુજરાતભરમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે અમદાવાદમાં પણ 77 જેટલા કોરોના વાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે.જેને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલિસના સહયોગથી કેટલાક વિસ્તારોને ક્લસ્ટર કોરોન્ટાઈન કરવામાં આવ્યાં છે. પરંતુ કોટ વિસ્તારમાં લોકોની અવરજવર બંધ ન થતી હોવાથી અને લાલદરવાજાની આસપાસના વિસ્તારમાં કેસો વધવાથી નહેરુ બ્રિજ તથા કાલુપુર શાક તથા ફ્રૂટ માર્કેટ આવતીકાલથી બંધ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે જેનો સર્ક્યુલર મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા ફરતો કરવામાં આવ્યો છે.

નહેરુબ્રિજ-કાલુપુર શાકભાજી માર્કેટ અને ફ્રૂટમાર્કેટ બંધ, લાલદરવાજામાં કોરોના કેસ વધતાં નિર્ણય
સિટી વિસ્તારમાં કોરોનાએ હાહકાર મચાવ્યો છે. જેમાં જમાલપુર, રખિયાલ, દરિયાપુર અને દાણીલીમડાનો કેટલોક ભાગ ક્લસ્ટર કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ધીરે ધીરે કેસો વધ્યાં છે અને અલગ અલગ વિસ્તારમાં સામે આવી રહ્યાં છે જેથી હવે મોટો ચિંતાનો વિષય છે. વાઇરસને ફેલાતો રોકવા માટે સંપૂર્ણપણે લૉક ડાઉનનો અમલ જરૂરી છે. પરંતુ અમદાવાદીઓ અમુક વિસ્તારોમાં લૉકડાઉનનો ચુસ્તપણે અમલ નથી કરી રહ્યાં. કોઈના કોઈ બહાને લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. એકસાથે ચીજવસ્તુઓ લેવાની જગ્યાએ લોકો રોજ બહાર નીકળી રહ્યાં છે.

જો લૉકડાઉનનો અને સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્તપણે હજી અમલ નહીં થાય તો કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જેના લીધે નહેરુ બ્રિજ અને કાલુપુર શાકમાર્કેટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details