અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવનો કુલ આંકડો 250ને પાર પહોંચ્યો છે.અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 260 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 29 ટકા જેટલું થાય છે.દસક્રોઈ 180, બાવળામાં 90 કેસ નોંધાયા છે.
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 900ને પાર
અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવારે સાંજ સુધીમાં નવા 15 કેસ નોંધાતા કુલ આંકડો 906 પર પહોંચ્યો છે.
04 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 189, ધંધુકા 28, વિરમગામ 102, બાવળા -90 અને માંડલ તાલુકામાં 29 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 57 દર્દીઓના મોત નીપજ્યા છે.
અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે, જેમાં 1.45 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 37 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 260 અને સાણંદમાં 189 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.