અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસના 33 પોઝિટીવ કેસ નોંધાયાં છે, ત્યારે ગુજરાત સરકાર લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે. તે વચ્ચે અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં કચરો ઉપાડવાની ગાડીમાં માઈક ફીટ કર્યા છે.
કોરોના વાઈરસ અંગે જાગૃતિઃ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને કરી અનોખી પહેલ - લોકડાઉન
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં વસતા લાખો લોકો માટે કોરોનાને દૂર રાખવો તંત્ર માટે મોટો પડકાર છે. ત્યારે હરસંભવ કોશિશ કરી AMC તંત્ર લોકોને આ વાઈરસની ગંભીરતા સમજાવી સચેત કરી રહ્યું છે.
કોરોનાઃ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની નવી અનોખી પહેલ
ઘેર રહો, સ્વસ્થ રહો. કોરોના વાઈરસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ માઈકમાં સતત જાહેરાત કરવામાં આવી રહી છે. લોકોને ઘરમાં જ રહેવા સતત અપીલ કરાઈ રહી છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરીએ તેવું સુચન પણ કરવામાં આવે છે.