ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાગવત વિદ્યાપીઠ ખાતે અક્ષય તૃતીયાના અવસર પર કોરોના મુક્તિ યજ્ઞ કરવામાં આવ્યો - ભાગવત વિદ્યાપીઠ

જ્યારે આજે સમગ્ર વિશ્વ પર કોરોના વાઇરસ જેવી મહામારી આવી ગઈ છે, ત્યારે જીવદયા તથા જીવ કલ્યાણની પરોપકારી ભાવનાથી એક વિશ્વ શાંતિ યજ્ઞ આજના દિવસે પરશુરામ જયંતિ તથા અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે આયોજિત કરાયો હતો.

ભાગવત વિદ્યાપીઠ ખાતે અક્ષય તૃતીયાના અવસર પર કોરોના મુક્તિ યજ્ઞ કરવામાં આવ્યો
ભાગવત વિદ્યાપીઠ ખાતે અક્ષય તૃતીયાના અવસર પર કોરોના મુક્તિ યજ્ઞ કરવામાં આવ્યો

By

Published : Apr 26, 2020, 7:21 PM IST

અમદાવાદ: પરશુરામજીએ ધરતી પરથી ગાય- વેદ, પૃથ્વી તથા ધર્મની રક્ષા કાજે પોતાનું પરશુ હલાવીને કલ્યાણનું દાન કર્યું હતું. અક્ષય તૃતીયાના દિવસે આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય ભક્તિ સામર્થ્ય વગેરે બધું જ ધર્માર્થીએ અક્ષય રહે એ પ્રાર્થના સાથે આ વિશ્વ કોરોનાથી મુક્ત કરવા શ્રી ભાગવત વિદ્યાપીઠમાં અહીંથી ભણીને ગયેલા ઋષિકુમારો પોતાના ઘરેથી તેવા 36થી પણ વધારે દેશમાં રહેલા પ્રાચ્ય ઋષિકુમારો તથા અન્ય બ્રાહ્મણો, પંડિતો, કથાકારો, બ્રાહ્મણ સંગઠનો દ્વારા લાખોની સંખ્યામાં મૃત્યુંજય મંત્રની આહુતિ અર્પણ કરવામાં આવી હતી.

ત્યારે કોરોના મુકત વિશ્વ સમસ્ત જીવસૃષ્ટિ માટે પ્રાર્થના રૂપી હવન કરવામાં આવ્યો હતો. શ્રી ભાગવત વિદ્યાપીઠ તેમજ વિશ્વ હિન્દુ પંડિત ઓર્ગેનાઇઝેશન દ્વારા આ યજ્ઞ કરીને વસુધેવ કુટુંબકમની ભાવના દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details