અમદાવાદ: કોરોનાથી થતાં મોતમાં દિવસોની સાથે ટ્રેન્ડમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. માર્ચ - એપ્રિલ મહિનાની જો વાત કરવામાં આવે તો કો-મોર્બિડિટી ન ધરાવનાર વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ પામવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. જોકે મે મહિનાના પ્રથમ પાંચ દિવસના આંકડા મુજબ કોઈપણ કો-મોર્બિડિટી નહીં ધરાવનાર 50 ટકાથી વધુ લોકોના કોરોનાથી મોત થયાં છે. નોંધનીય છે કે મૃતકોમાં મોટી સંખ્યમાં દર્દીઓની વય 50થી વધુ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 368 લોકોના મોત થયાં છે, જેમાં 111 દર્દીઓને કોઈપણ પ્રકારની કો-મોર્બિડિટી ન હોવા છતાં મૃત્યુ પામ્યાં છે. આ 111 મૃત્યુ પૈકી 54 મૃત્યુ મે મહિનાના પ્રથમ પાંચ દિવસમાં થયાં છે. રાજ્યમાં હાલ કો-મોર્બિડિટી વગરના દર્દીઓનું કોરોનાથી મૃત્યુ પામવાની ટકાવારી 30 ટકા જેટલી છે. આ મુદ્દે વાતચીત કરતાં આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે કોરોનાથી થતા મૃત્યુમાં કો-મોર્બિડિટી એટલે કે અન્ય કોઈ બીમારી હોય તેવા વધુ કિસ્સા સામે આવ્યાં છે. ઉંમર 60ની વધુ હોય તેવા લોકોને પણ વધુ કાળજી રાખવાની જરૂર છે. સગર્ભા મહિલા અને 5 વર્ષથી નાની વયના બાળકો પર બીમારી ગંભીર રીતે અસર કરે છે. દરેક વયના વ્યક્તિઓએ બહાર જવાનું ટાળવું જોઈએ અને આર્યુવેદીક ઉકાળાનું સેવન કરવું જોઈએ. જેથી રોગપ્રતિકાર શક્તિમાં વધારો થઈ શકે.
કોરોના : મે મહિનામાં કો-મોર્બિડિટી નહીં ધરાવનાર 50 ટકાથી વધુ દર્દીઓનાં મોત - કોરોના મોત
રાજ્યમાં મે મહિનાના પ્રથમ પાંચ દિવસમાં કોરોનાથી કુલ 100 લોકોના મોત નીપજ્યા છે જે પૈકી 54 દર્દીઓને કોઈપણ જાતની કો-મોર્બિડિટી ન હોવા છતાં તેમના મોત થયાં છે. એટલે કહી શકાય મે મહિનાના શરૂઆતી 5 દિવસમાં 50 ટકાથી વધુ દર્દીઓ કો-મોર્બિડિટી ન ધરાવતાં હોવા છતાં કોરોનાથી મૃત્યુ પામ્યાં છે.
કોરોના : મે મહિનામાં કો-મોર્બિડિટી નહીં ધરાવનાર 50 ટકાથી વધુ દર્દીઓનાં મોત
અમદાવાદમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા સહિતના હોટસ્પોટ વિસ્તારોમાં નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાથી કુલ 368 લોકોના મોત નીપજ્યાં છે જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 273 લોકોના મોત થયાં છે.