ગુજરાત

gujarat

By

Published : Apr 22, 2020, 5:20 PM IST

Updated : Apr 26, 2020, 4:40 PM IST

ETV Bharat / state

અમદાવાદ: નહેરુનગર સર્કલ પર અનોખી રીતે રજૂ થાય છે કોરોના અંગેના સંદેશાઓ…

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, અને ભારતમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ગુજરાત બીજા નંબરનું રાજ્ય બન્યું છે. હાલ ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. 3 મે સુધી લૉકડાઉન પણ છે. આવા કપરા સંજોગોમાં લોકો બહાર ન નીકળે અને નીકળે તો માસ્ક પહેરીને નીકળવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એવા સંદેશ આપાઈ રહ્યા છે. અમદાવાદની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની એલેમ ઈવેન્ટ્સના પ્રોપરાઇટર લવ વ્યાસ તેમજ પેઈન્ટર નાગરભાઈ પ્રજાપતિ અને અશોકભાઈ પંચાલ દ્વારા કોરોનાના સંક્રમણથી બચવા અનોખી રીતે સંદેશ આપ્યો છે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવું
સોશિયલ ડિસ્ટન્સ જાળવવું

અમદાવાદ : શહેરનો નહેરુનગર ચાર રસ્તા વિસ્તાર સામાન્ય દિવસોમાં ભારે ટ્રાફિકથી ધમધમતો હોય છે. જો કે, હાલ લૉકડાઉનને કારણે સાવ સૂમસામ થઈ ગયો છે. આ નહેરુનગર ચાર રસ્તાના સર્કલ પર કોરોના વાઇરસના ચેપથી કેવી રીતે બચી શકાય તેવા સંદેશાઓ રોડ પર ચારે તરફ દોરવામાં આવ્યા છે. જેથી વાહનચાલકો રોડ પરથી પસાર થયા તો તેમને તુરંત જ સંદેશા વાંચવા મળે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવું
માસ્ક પહેરીને નિકળવું

નહેરુનગર સર્કલની ચારે તરફ માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હાથ ન મિલાવો- નમસ્તે કહો, સ્ટે હોમ જેવા સંદેશ ચિત્ર લખવામાં આવ્યા છે. તેમજ કોરોના વાઇરસનું મોટું ચિત્ર પણ દોર્યું છે, અને તેની પર ગુજરાતનો મેપ દોર્યો છે. જે દર્શાવે છે કે, ગુજરાત કોરોના પર જીત મેળવીને જંપશે.

હાથ ધોવો
28 વર્ષીય લવ વ્યાસે ETVBharat સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આ હાડમારીના સમયમાં કોરોના વાઇરસની ગંભીરતા અને તેના માટેની જાગૃતતા લાવવા માટે અમારી ટીમ દ્વારા નહેરુનગર સર્કલની ફરતે ચિત્રો દોરવામાં આવ્યા છે ,અને 70 ફૂટ મોટું પેઈન્ટિગ કરવામા આવેલ છે. એ રીતે પ્રજાને જાગૃત કરવાનો અને આપણા કોરોના યોદ્ધાઓ(રીયલ હીરો) પોલીસ, મેડિકલ પ્રોફેશનલ, સફાઈકર્મી, મીડિયા અને સરકારી કર્મચારીને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
હાથ ધોવો
Last Updated : Apr 26, 2020, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details