ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ : અત્યાર સુધીમાં કુલ 172 કોરોના કેસ નોંધાયા - Ahmedabad Municipal Corporation

IIM કેમ્પસમાં જ સ્ટાફ, વિદ્યાર્થીઓનો ટેસ્ટ ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો મુજબ કોરોનાના કેસો વધતા 1 સપ્ટેમ્બર, 2020થી કોરોનાના ટેસ્ટ IIM દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. IIM કેમ્પસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમિયાન લગાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ ઓર કામ કરતા કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બર્સ જેમને કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવતા હતા.

અમદાવાદ IIM
અમદાવાદ IIM

By

Published : Mar 28, 2021, 5:19 PM IST

  • અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ
  • IIMમાં છેલ્લા 12 દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 45
  • અત્યાર સુધીમાં IIM-Aમાં કુલ 172 કોરોના કેસ

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરત અને અમદાવાદ શહેર ફરી એકવાર હોટ સ્પોટ બન્યું છે, ત્યારે અમદાવાદ IIM(Indian Institute of Management)માં કોરોનાનો કહેર યથાવત છે. IIM કેમ્પસમાં છેલ્લા બે દિવસ એટલે કે 26-27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 12 દિવસમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 45 જેટલી થઈ ગઈ છે. જેમાં 38 વિદ્યાર્થીઓ સહિત કુલ 40 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. IIM-Aના કોરોના ડેશ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIMમાં 26-27 માર્ચે 5 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પણ 114 લોકોના ટેસ્ટ થયા હતા. જેમાં 91 RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચો -મેચ જોવા ગયેલા IIM-અમદાવાદના પાંચ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા

IIM-Aમાં કુલ 172 જેટલા કોરોના પોઝિટિવ નોંધાયા

અત્યાર સુધીમાં કુલ 172 કોરોના કેસ IIM-Aમાં 1 સપ્ટેમ્બર, 2020થી 27 માર્ચ, 2021 સુધીમાં IIM-Aમાં કુલ 172 જેટલા કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં 70 વિદ્યાર્થીઓ, 4 પ્રોફેસર, 14 ઓન-કેમ્પસ અને 28 ઓફ-કેમ્પસ સ્ટાફ, 19 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 38 કોમ્પ્યુનિટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો. હાલમાં 31 વિદ્યાર્થીઓ ક્વોરન્ટાઇન હેઠળ છે. જેમાં ગત નવેમ્બર, 2020માં 15 દિવસમાં 18 લોકો પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચો -IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ

કોરોનાની બીજી લહેરમાં 12 માર્ચ 2021ના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છૂપાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ હવે કુલ 45 લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

માર્ચ 26, 2021 - અમદાવાદ :કોરોનાની મહામારીની બીજી લહેરમાં પણ હાલ રાજ્યમાં પ્રથમ નંબરે અમદાવાદ છે. શહેરમાં રોજ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ IIM(Indian Institute of Management)ના વિદ્યાર્થીઓ કોરોનાના સુપરસ્પ્રેડર બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 12 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે મેચ યોજવામાં આવી હતી. જેમાં IIMના 6 વિદ્યાર્થી મેચ જોવા માટે ગયા હતા. છ માંથી પાંચ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ વિદ્યાર્થીઓ કોરોનાના સુપરસ્પ્રેડર બન્યા હતા. IIMના 40 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details