કોરોનાએ ફિક્કો પાડ્યો ધુળેટીનો રંગ, જાણીતી ક્લબોએ કરી સામૂહિક ઉજવણી રદ - ઉજવણી
કોરોના વાયરસના કારણે લોકોમાં ભારે ફફડાટ પેસી ગયો છે. આ ચેપી વાયરસને ફેલાવાની તક ન મળે તે માટે શહેરની મોટાભાગની ક્લબોએ હોળીની ઉજવણી અને અન્ય કાર્યક્રમો રદ કર્યા છે. રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ અને ગુલમહોર ક્લબે આવતા અઠવાડિયે યોજાનારી ધુળેટીની ઉજવણી રદ કરવાનો નિર્ણય લીધો છે.
![કોરોનાએ ફિક્કો પાડ્યો ધુળેટીનો રંગ, જાણીતી ક્લબોએ કરી સામૂહિક ઉજવણી રદ કોરોનાના કેરે અમદાવાદનો રંગ ફિક્કો પાડ્યો, જાણીતી ક્લબોએ સામૂહિક ઉજવણી રદ કરી, મહિલા દિવસના કાર્યક્રમો પણ રદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6303808-thumbnail-3x2-coronaclubholi-7207084.jpg)
અમદાવાદઃ રંગોનો તહેવાર ધૂળેટી કોરોના વાઈરસના ડરને કારણે ફિક્કો પાડ્યો છે. અમદાવાદની જાણીતી ક્લબોમાં સામૂહિક રેઇન ડાન્સ જેવા કાર્યક્રમો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનતાં હોય છે. જેમાં એનઆરઆઈ અને વિદેશી મહેમાનો પણ રંગોત્સવ ઉજવતાં હોય છે. આવી ઉજવણી આ વર્ષે રદ કરી દેવામાં આવી છે. વિવિધ ક્લબો પોતાના મેમ્બરોને મેસેજ કરીને જાણ કરી રહી છે. ‘અમે ક્લબના પરિસરમાં યોજાનારી હોળીની ઉજવણી રદ કરી છે. અમારે ત્યાં હોળી બે વર્ષ બાદ યોજાનારી હોવાથી સભ્યો ખૂબ ઉત્સાહિત હતા. પરંતુ વાયરસના સંક્રમણના જોખમને લઈને આરોગ્ય તેમજ સલામતીે જળવાઈ તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે’, તેમ કર્ણાવતી ક્લબના પ્રમુખ એન.જી. પટેલે કહ્યું હતું.