ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ઠેર ઠેર શરૂ કરાયા કોરોના ચેકઅપ પોઇન્ટ - કોરોના વિસ્તાર

અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા હવે વધવા લાગી છે ત્યારે તંત્રે તમામ સ્તર પર સઘન પગલાં શરુ કરી દીધાં છે. ગઈકાલે બફર ઝોન વિસ્તારો જાહેર કરાયાં બાદ જે તે વિસ્તારોમાં જતાં અને આવતાં તમામ વ્યક્તિઓનું ટેમ્પરેચર સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં ઠેર ઠેર શરૂ કરાયા કોરોના ચેકઅપ પોઇન્ટ
અમદાવાદમાં ઠેર ઠેર શરૂ કરાયા કોરોના ચેકઅપ પોઇન્ટ

By

Published : Apr 8, 2020, 6:08 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસના સ્ટેજ-3માં અત્યારે ભારત પ્રવેશી ચૂક્યું છે.જ્યાં પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જાય છે.અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 83 ઉપર પહોંચી ચૂકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે વિસ્તારોમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના ફેલાવાને અટકાવવા હરસંભવ કોશિશ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં બફર ઝોન જાહેર કરાયેલાં વિસ્તારોમાં આવનાર અને જનાર તમામેતમામ વ્યક્તિઓની કોરોના સંદર્ભે તપાસ માટે ચેકઅપ પોઇન્ટ આજથી જ શરુ થઈ ગયાં છે.

અમદાવાદમાં ઠેર ઠેર શરૂ કરાયા કોરોના ચેકઅપ પોઇન્ટ
અમદાવાદમાં ઠેર ઠેર શરૂ કરાયા કોરોના ચેકઅપ પોઇન્ટ

અમદાવાદના કોટ વિસ્તાર સહિત જે વિસ્તારોને બફર ઝોન તરીકે જાહેર કર્યા છે. ત્યાં રોડ ઉપર નીકળતાં દરેક કર્મચારી અને નાગરિકોના હેલ્થ ચેકઅપ કરાવવા માટે કોરોના ચેકઅપ કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં વ્યક્તિનું ટેમ્પરેચર માપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details