- ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
- 24 કલાકમાં સૌથી વધુ 7,410 કેસ નવા નોંધાયા
- રાજ્યમાં 24 કલાકમાં 73 લોકોનું કોરોનાથી મૃત્યુ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,410 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આ મહામારીને કારણે વધુ 73 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 5 હજારની નજીક પહોંચી ગયો છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ 24-24 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચોઃકચ્છમાં સતત વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે હવે ગામડામાં પણ કોવિડ સેન્ટરનો પ્રારંભ
અમદાવાદમાં 2,400થી વધુ પોઝિટિવ કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 2,491 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 1,424 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં પણ 551 કેસ સામે આવ્યા છે, વડોદરા શહેરમાં 317 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત ગ્રામ્યમાં 231, મહેસાણામાં 191, જામનગર કોર્પોરેશનમાં 189, વડોદરામાં 135, ભરૂચમાં 124, બનાસકાંઠામાં 119, જામનગરમાં 119, પાટણમાં 108, રાજકોટ ગ્રામ્યમાં 102, ભાવનગર શહેરમાં 84, ભાવનગર ગ્રામ્યમાં 81, નવસારીમાં 78, આણંદમાં 76, પંચમહાલમાં 73, સુરેન્દ્રનગરમાં 69, કચ્છમાં 68, ગાંધીનગર જિલ્લામાં 62, દાહોદમાં 61, ગાંધીનગર શહેરમાં 58, અમરેલીમાં 55, જૂનાગઢ શહેરમાં 54, જૂનાગઢ ગ્રામ્યમાં 52 પોઝિટિવ કેસ નોંધાયા છે.