અમદાવાદ:વર્ષ 2021માં જાન્યુઆરી મહિનાની 16 તારીખે લોકોને કોરોનાની રસી (Corona vaccinenation India) આપવાની પ્રકિયાનો પ્રારંભ કરાયો હતો. 16 જાન્યુઆરી 2021થી લઇ આજ દિન સુધી દેશમાં કોરોનાની રસીના (Corona campaign India) આંક પર નજર કરીએ તો રોજના આશરે 43 લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે. જેમાં 76 કરોડ મહિલાઓને કોરોનાની રસી આપવમાં આવી છે.
ગુજરાતમાં વેક્સિનની સ્થિતિ
ગુજરાતમાં કુલ 9 કરોડ 46 લાખથી પણ વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાઈ ગયા છે એટલે કે રસીકરણ પૂર્ણ થવાને આરે છે. ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, સૌપ્રથમ 60 કે તેથી વધુ વયના લોકોને, ત્યારબાદ 45 કે તેથી વધુની ઉંમરના લોકોને અને 18 કે તેથી વધુ વયનાં લોકો સહિત 15 થી 18 વર્ષનાં યુવાનોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 18 વર્ષથી વધુની જનસંખ્યા 4 કરોડ 93 લાખ છે. આજે એક વર્ષ પછી આપણે 4 કરોડ 80 લાખ એટલે કે 97.4 ટકા લોકોને પ્રથમ ડોઝ તેમજ 4 કરોડ 40 લાખ એટલે કે 94.4 ટકા લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે.
રાજ્યમાં મહાનગરોમાં અને ટીનેજર્સમાં વેક્સિનની સ્થિતિ
આજે રવિવારના 8 મહાનગરોમાં મહત્તમ લોકોને પહેલા ડોઝનું રસીકરણ થઇ ગયું છે તેમજ આજે સમગ્ર ગુજરાતમાં 100માંથી 94 લોકો એવા છે કે, જેમને વેક્સિનનાં બન્ને ડોઝ લઇ લીધા છે. 15 થી 18 વર્ષની ઉંમરના 21 લાખ 58 હજાર બાળકો એટલે કે 60 ટકાને રસીનો પહેલો ડોઝ મળી ગયો છે. ટ્રાઇબલ વિસ્તારમાં આજે રવિવારના 81 થી 95 ટકાનું રસીકરણ થઇ ગયું છે, જ્યારથી પ્રીકોશન ડોઝની શરૂઆત થઇ છે, ત્યારથી અત્યાર સુધીમાં 5 લાખ 18 હજાર એટલે કે 15 ટકા ડોઝ અપાઈ ચુક્યા છે. આમ ગુજરાતમાં રસીકરણનાં 9 કરોડ 46 લાખ કરતા વધારેને ડોઝ અપાઈ ચુક્યા છે.