ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Corporation: અમદાવાદ કોર્પોરેશન બન્યું કૌભાંડ કેન્દ્ર, બ્રિજથી લઈને બિલ સુધી કરોડોના ગોટાળા - શહેઝાદ ખાન પઠાણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસનકાળ દરમિયાન અનેક મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવામાં આવ્યું હતું. પરંતુ અમુક એવા પણ પ્રોજેક્ટ સામે આવ્યા હતા જેમાં ભારે વિવાદ પણ જોવા મળ્યો હતો. જેમાં સૌથી મોટું વિવાદ હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડ સામે આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા, રિવરફ્રન્ટ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ વિવાદ તેમજ રખડતા ઢોર જેવી સમસ્યા જોવા મળી હતી.

અમદાવાદ કોર્પોેશનના છેલ્લા અઢી વર્ષમાં સામે આવેલા વિવાદ
અમદાવાદ કોર્પોેશનના છેલ્લા અઢી વર્ષમાં સામે આવેલા વિવાદ

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 9:19 AM IST

અમદાવાદ કોર્પોેશનના છેલ્લા અઢી વર્ષમાં સામે આવેલા વિવાદ

અમદાવાદ:અમદાવાદ મહાનગરપાલિકા જે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા તરીકે ઓળખવામાં આવે છે. તે મહાનગરપાલિકામાં અનેક એવા વિવાદ પણ સામે આવ્યા હતા. ત્યારે રાજ્યની આઠ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના તમામ ચેરમેનોની ટર્મ પૂરી થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન શહેરના લોકોને વિકાસના કામોની ભેટ પણ મળી અને અનેક વિકાસના કામમાં કૌભાંડ સામે આવ્યા હતા. જેમાં સૌથી મોટું કૌભાંડ હાટકેશ્વર બ્રિજનું હતું. જે માત્ર સાત વર્ષની અંદર જ બ્રિજમાં બિસ્માર હાલતમાં થયો હતો. આ ઉપરાંત એવા કયા પ્રોજેક્ટ હતા કે તેના ઉપર વિવાદ સામે આવ્યો હતો. તો જુઓ etv Bharatનો વિશેષ અહેવાલ....

'ભારતીય જનતા પાર્ટીનું અઢી વર્ષની પહેલી ટર્મ નવ સપ્ટેમ્બરના પૂર્ણ થઈ રહી છે. આ શાસન અઢી વર્ષ એ અમદાવાદ શહેરના માટે કાળુ શાસન રહ્યું હતું. સ્વચ્છતા નામે ટેક્સ ઉઘરાવ્યો, શહેરની જનતા માટે ટેક્સમાં વધારો કર્યો, કોરોના જેવા કપરા સમયની અંદર વેન્ટિલેટર નામનું કૌભાંડ પણ સામે આવ્યું હતું.' -શહેઝાદ ખાન પઠાણ (વિપક્ષ નેતા, AMC)

સૌથી મોટું વિવાદ હાટકેશ્વર બ્રિજનું કૌભાંડ

હાટકેશ્વર બ્રિજ કૌભાંડ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ 2.5 વર્ષની સત્તા સૌથી મોટો વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને લઇને સામે આવ્યો હતો. તેના પડઘા છેક વિધાનસભા સુધી પણ પહોંચ્યા હતા. વર્ષ 2015 થી 2017 સુધી ચાલેલા બ્રિજના બાંધકામ ચાલ્યું હતું. આ રીતે જાહેર જનતા માટે ખુલ્યા બાદ 7 વર્ષની અંદર 5 વખત રીપેર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. અંદાજે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બ્રિજ ખૂબ જ વિવાદમાં રહ્યો હતો. આ બ્રિજમાં કૌભાંડ સામે આવતા બ્રિજની તપાસ માટે CIMAC લેબોરેટરી, SVNIT સુરત અને IIT રુરકી રિપોર્ટમાં ખૂબ મોટું કૌભાંડ કરવામાં આવ્યું હોય અને આ બ્રિજ બનાવવા માટે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું હતું. જેના લીધે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે FIR કરવામાં આવી હતી. 8 જેટલા એન્જિનિયર સામે તપાસ પણ કરવામાં આવી હતી. આ બ્રિજમાં કૌભાંડ સામે આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ બ્રિજને સંપૂર્ણ રીતે તોડીને ફરીથી નવો બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં ખાડારાજ

ચોમાસા અલગ અલગ સમસ્યા:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદને સ્માર્ટ શહેર તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વિકાસ કેટલો સાર્થક સાબિત થાય છે. તે ચોમાસાની ઋતુની અંદર જ જોવા મળી આવતું હોય છે. અમદાવાદ શહેરમાં બે થી ત્રણ ઇંચ જેટલા વરસાદમાં જ ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોય છે. જેના કારણે ઠેર ટ્રાફિક વ્યવસ્થા પણ ખોવાઈ જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને પણ પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ સામાન્ય વરસાદમાં જ તે પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી જાય છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ ભુવા પડવાની સમસ્યા જોવા મળી આવે છે. વર્તમાન ચોમાસાની સિઝનની અંદર અમદાવાદ શહેરમાં 90 થી પણ વધારે ભુવા પડ્યા હતા. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડ રૂપિયાના બજેટ રોડ રસ્તા માટે વાપરવામાં આવે છે. પરંતુ વર્ષોથી રોડ રસ્તા તૂટવાની તેમજ પડવાની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી પણ જોવા મળ્યું નથી. તેથી કહી શકાય કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પેનલમાં રોડ પર ભુવા પડવાની સમસ્યાથી છુટકારો આપવામાં સ્વતંત્ર રીતે નિષ્ફળ રહ્યા છે.

અમદાવાદમાં રખડતા ઢોરનો આંતક

રખડતા ઢોર:અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષથી રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અનેકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ગાડી હતી અને કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગંભીર નોંધ લેવામાં આવી ન હતી. જેના કારણે શહેરમાં છેલ્લા બે વર્ષમાં અનેક લોકો રખડતા ઢોરના આવતા મોત પણ થયા છે. ઇજાગ્રસ્ત પણ થયા હોય તેવા કે સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ આ પોલીસી કેટલી થશે તે જ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

કોર્પોરેશનના અધિકારીઓનો અંદર અંદર વિરોધ

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર 20 કરોડના ખર્ચે બે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયા બાદ પણ બે વર્ષથી ધૂળ ખાતા હોય તેવું સ્પષ્ટ સામે આવ્યું હતું. સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર થયા બાદ પણ લોકો માટે ખુલ્લું ન મુકતા ભારે વિવાદ સર્જાયો હતો. અંતે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અદાણીને વાર્ષિક 1.5 કરોડના ખર્ચે સોંપી દેતા વિવાદ સામે સામે આવ્યો હતો. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાર ક્રિકેટ પીચ, પાંચ ટેનિસ કોર્ટ, ચાર ટેબલ ટેનિસ કોર્ટ, સ્કેટિંગ, જોકિંગ ટ્રેક ટોયલેટ બ્લોક જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા હોય અને તે માત્ર દોઢ કરોડના વાર્ષિક ભાડા પટ્ટે આપવાનો નિર્ણય કરતા વિવાદ સામે આવ્યો છે.

સ્મશાનમાં પણ કૌભાંડ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલ 24 સ્મશાનમાંથી 12 સ્મશાનમાં લાકડાનું પણ કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા તપાસના પણ આદેશ આપવામાં આવ્યા હતા. સ્મશાન ગૃહમાં લાકડાં પૂરા પાડવા માટે બે સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા અંતિમ સંસ્કાર માટે લોખંડની સાંકળી ઘોડીનો ઉપયોગ કરી ઓછા લાકડાનો ઉપયોગ થાય તે માટેનું કૌભાંડ સામે આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ સંસ્થાઓને 15 વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં તેમની હેલ્થ કમિટી દ્વારા તે બે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા ન હતા. એને વધુ વિવાદ સામે આવ્યો હતો. આ ઉપરાંત સ્ટેન્ડની કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા પણ લીલાનગર, સેજપુર જમાલપુર સહિતના અન્ય સ્મશાનગૃહોની પણ મુલાકાત લીધી હતી. તે સમયે પણ લાકડા તોલવા માટેનો વજન કાંટો પણ જોવા મળ્યો ન હતો. લોખંડની ઘોડીનું લઈને જે ઓછા લાકડા મુકવામાં આવતા હોય તે પણ સામે આવ્યું હતું.

  1. Ahmedabad Municipal Corporation : વર્તમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાપક્ષના પેનલમાંથી જનતાને શું મળ્યું ? જુઓ ETV BHARATનો વિશેષ અહેવાલ
  2. Ahmedabad Municipal Corporation: ધારાસભ્યની ના વપરાયેલ ગ્રાન્ટ AMCને મળશે, ત્રણ કરોડ જેટલી રકમ કોર્પોરેશનને પ્રાપ્ત

ABOUT THE AUTHOR

...view details