ગુજરાત

gujarat

ETV Bharat / state

Controversial post on social media: વેજલપુરમાં ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરનાર યુવકની ધરપકડ - ફેસબુક પર વિવાદિત પોસ્ટ

અમદાવાદ શહેર પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર છે. આ દરમિયાન આવી જ એક વિવાદિત પોસ્ટ વેજલપુરના એક યુવકે (Controversial post on social media)કરી હતી. જેના વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી.

Controversial post on social media: વેજલપુરમાં ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરનાર યુવકની ધરપકડ
Controversial post on social media: વેજલપુરમાં ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરનાર યુવકની ધરપકડ

By

Published : Feb 22, 2022, 2:13 PM IST

અમદાવાદઃધધુકામાં કિશન ભરવાડની હત્યા (Kishan Bharwad killed in Dhadhuka)અને બૉમ્બ બ્લાસ્ટના ચૂકાદા બાદ શહેર પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર છે. આ દરમિયાન આવી જ એક વિવાદિત પોસ્ટ વેજલપુરના (Controversial post on Facebook)એક યુવકે કરી હતી. જેના વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની (Ahmedabad Vejalpur Police )ધરપકડ કરવામાં આવી.

વિવાદિત પોસ્ટ

વિવાદિત પોસ્ટ કરનાર યુવક પોલીસના સકંજામાં

ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદિત પોસ્ટ (Controversial post on social media)કરનાર વધુ એક યુવક પોલીસનાસકંજામાં આવ્યો છે. વેજલપુર પોલીસની ગિરફતમાં ઉભેલા આ અસલમ લેંઘાએ હિન્દુ ધર્મ વિશે બીભત્સ લખાણની પોસ્ટ ફેસબુક પર મૂકી સાયબર ક્રાઇમ બ્રાંચની (Ahmedabad Cyber Crime Branch )સર્વેલન્સ ટિમના ધ્યાન ઉપર આવતા અસલમ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. જેને ફતેહવાડી ખાતેના તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃફેસબુક પર વિવાદિત પોસ્ટ અંગે ગૃહમંત્રાલયની આલોચના થયા બાદ રજૂ કરી સ્પષ્ટતા

બીભત્સ લખાણની પોસ્ટ ફેસબુક પર મૂકી

વિવાદિત પોસ્ટ મુકનાર અસલમ ડ્રાઇવર તરીકે છૂટક નોકરી કરે છે. આરોપીએ આ રીતની વિવાદિત પોસ્ટ મુકવા પાછળનું કારણ જાણવા પોલીસ આરોપીના તમામ સોશયલ મીડિયાના એકાઉન્ટ તપાસ કરવામાં લાગી છે. પકડાયેલ આરોપી કટ્ટરવાદી વિચારધારા ધરાવી લોકોને ગેરમાર્ગે દોરતો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વિવાદિત પોસ્ટ ફેસબુક પર મુકવા માટે આરોપી અસલમ કોઈ ચોક્કસ કારણ જણાવતો નથી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ વિવાદિત પોસ્ટના વિવાદમાં કિશન ભરવાડ હત્યા થઈ જે બાદ પકડાયેલ આરોપીઓ જેહાદી ષડ્યંત્ર રચ્યું હતું. આ કેસમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. વધુ પુરાવા એકત્રિત કરવા માટે એફ.એસ.એલની પણ મદદ લેવાઈ રહી છે.
આ પણ વાંચોઃSocial Media Warning : સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરતા ચેતજો, નહિ તો ખાવી પડશે જેલની હવા

ABOUT THE AUTHOR

...view details