દાવડાએ આજે પોતાનું નામાંકન દાખલ કર્યું છે અને જણાવ્યું હતું કે મહિલાઓને જે અધિકારો મળી રહ્યા છે તેનો દૂરઉપયોગ થઈ રહ્યોછે અનેમહીલાઓ દહેજ, શોષણ, કલમ 498નો ખોટો ઉપયોગ કરી રહ્યા છે અને પુરૂષો તેમના અત્યાચારનો ભોગ બને છે
પત્ની પીડિત પુરુષ સંઘના દશરથ દાવડાએ દાવેદારી નોંધાવી - ngo
અમદાવાદ: "પત્ની પીડિત પુરુષ સંઘ" નામે NGO ચલાવતા દશરથ દાવડાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપરથી દાવેદારી નોંધાવી છે અને દાવડા છેલ્લા 24 વર્ષથી NGO ચલાવે છે અને પત્ની દ્વારા પીડિત પુરુષોનો અવાજ બનીને તેમના માટે લડત આપે છે.
સ્પોટ ફોટો
અગાઉ પણ દાવડા 2 વાર ચૂંટણી લડી ચુક્યા છે. જેમાં 2014 લોકસભા અને 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જોકે તેમનો લોકસભા અને વિધાનસભામાં પરાજય થયો હતો.