નવી 300 શાળામાં RTEની અમલવારી ન થતા હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી કરાઈ - ગુજરાત હાઈકૉર્ટ
અમદાવાદઃ રાજ્યમાં નવી શરૂ થતી શાળાઓમાં રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત 25 ટકા બેઠો ખાલી રાખીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો. આ હુકમનું સરકારે પાલન નહીં કરતા અરજદાર સંદીપ મુંજસરા દ્વારા હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરાતા જસ્ટિસ વિક્રમ નાથ અને એ જે શાસ્ત્રીની ખંડપીઠે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને પ્રાથમિક શિક્ષણ નિયામક ને નોટિસ પાઠવી ૧૪ મી જુલાઇ સુધી ખુલાસો રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
અરજદારે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે વર્ષ 2017-18 માં રાજ્યમાં 300થી વધુ નવી શાળાઓ શરૂ થઈ હતી. આ શાળામાં સરકારે આરટીઇનો અમલ નહીં કર્યો હોવાના કારણે ત્રણ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા. આ પિટિશનમાં હાઇકોર્ટની ખંડપીઠે નવી શરૂ થતી શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ આપવા હુકમ કર્યો હતો. આવી શાળાઓ ની યાદી તૈયાર કરીને હોટલમાં મુકવાનો નિર્દેશ કર્યો હતો
આ શાળાએ કુલ બેઠકોની 25 ટકા બેઠકો ખાલી રાખીને તે જ વર્ષે પ્રવેશ આપવાનો રહેશે. પ્રથમ રાઉન્ડમાંથી પ્રવેશ વંચિત રહેલા વિદ્યાર્થીઓને પાછળથી આવી શાળામાં પ્રવેશ આપવા આદેશ કર્યો હતો. આવકના આધારે અરજદારે સરકારમાં ચુકાદાનો અમલ કરવાની રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ જ પગલા નહીં ભરાતા અરજદારે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી રજૂઆત કરી હતી કે સરકારે હાઇકોર્ટના દિશા અને નિર્દેશ પ્રમાણે કોઈ કાર્યવાહી કરી નથી.