ગ્રાહક કોર્ટ દ્વારા ઓપરેશન બાદ પેટમાં કાપડનો ટુકડો ભૂલી જનાર ડોકટરને 6.85 લાખનો દંડ - ઓપરેશનમાં બેદરકારી
વર્ષ 2012માં સુરતની સૌરભ હોસ્પિટલમાં સિઝેરિયન દરમિયાન ડોકટર કાપડનો ટુકડો પેટમાં જ ભૂલી જતાં મહિલાના જન્મેલા બાળકને થયેલી તકલીફ અને તેને થયેલી પીડાના ભાગરૂપે વળતર મેળવવા માટે દાખલ કરાયેલી અરજી મુદ્દે કોન્ઝ્યુમર કોર્ટે આરોપી ડોકટર, દવાખાનું અને તેમને કવર કરતી વીમા કંપનીને વળતર પેટે 6.85 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ગ્રાહક કોર્ટ દ્વારા ઓપરેશન બાદ પેટમાં કાપડનો ટુકડો ભૂલી જનાર ડોકટરને 6.85 લાખનો દંડ
અમદાવાદ: રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, મહિલાને અસહ્ય પીડા થતાં તેણે અન્ય ડોકટરે પાસે કરાવેલા ટેસ્ટ, સોનોગ્રાફીથી સ્પષ્ટ થાય છે કે સૌરભ હોસ્પિટલના ડૉ. મીના વાંકાવાલા દ્વારા બેદરકારીને લીધે મહિલાના પેટમાં કાપડનો ટુકડો રહી ગયો હતો. કાપડના ટુકડાના કારણે મહિલાને પેટમાં પીડા થતી હતી અને જન્મેલા બાળકને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.