અમદાવાદઃગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો અને રાજીનામાની મૌસમ પૂર જોશમાં ખીલી હોય એવો માહોલ દર વર્ષે જોવા મળે છે. ગુજરાતમાં રાહુલ ગાંધીમુલાકાત (Gujarat Congress Party) કરે એ પહેલા યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ (Youth Congress President) રાજીનામું આપી દીધું છે. એમના આ નિર્ણયથી ગુજરાત કોંગ્રેસને મોટો (Gujarat Congress youth Congress) ફટકો પડ્યો છે. રાજીનામા સાથે એક લેટર પણ કાર્યકર્તાઓને વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યો છે. સાત પાનાના આ પત્રમાં તેમણે ઘણી વાતો કહી છે.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પૂર્વે યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું - Gujarat Congress youth Congress
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસ યુથ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગોય છે. તેમણે જણાવ્યું હતું કે, હું આ પાર્ટીમાં સેવા માટે જોડાયો હતો. મારા પિતાના નિધન બાદ પાર્ટી માટે મેં પૈસા ખર્ચી નાંખ્યા હતા. મારા જેવા હજારો યુવાનો યુથ કોંગ્રેસમાં સમય વેડફે છે. પણ કોંગ્રેસ ગણ્યા ગાંઠ્યા પરિવાર માટે કામ કરે છે. Gujarat Congress, Gujarat Congress youth Congress, Youth Congress President,
મોટા આક્ષેપોઃવિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે મને જે પદ આપ્યા એ મારી પાસેથી રૂપિયા લઈને વેચાતા આપેલા છે. સિનિયર નેતાઓના આંતરિક ડખામાં મારો ભોગ લેવાયો છે. કોંગ્રેસે મારા કાર્યક્રમોને નિષ્ફળ કરવાના ઘણા પ્રયાસો કર્યા છે. નેતાઓના દીકરા-દીકરીઓ અને પૈસાદાર લોકો માટે આ પાર્ટીમાં જગ્યા છે. પાર્ટીમાં અંદરોઅંદરના જ લોકો દુશ્મન છે. પ્રજાનો મિજાજ પારખનારા નેતાઓ રાહુલથી ગાંધીથી દૂર થઈ રહ્યા છે.
પરિવારની ભક્તિઃઆ સાથે તેમણે એ વાત પણ ઉમેરી હતી કે, કોંગ્રેસ એક ચોક્કસ પરિવારની ભક્તિ કરે છે. કોંગ્રેસની કચેરીઓમાં ગાંધી પરિવારની ભક્તિ થાય છે. જ્યારે દેશની આઝાદી માટે આ સિવાયના કોંગ્રેસ નેતાઓનું પણ મોટું બલિદાન છે. યુથ કોંગ્રેસની ચૂંટણીમાં મે અને મારા ગ્રૂપે 70 લાખ રૂપિયા આપ્યા છે. જ્યારે પાર્ટીમાં યુવાનોને જરૂર પડે ત્યારે કોંગ્રેસના કોઈ નેતા હાજર રહેતા નથી. પક્ષમાં નેતાઓના જૂથવાદ ચાલી રહ્યા છે.