સાણંદ : ઉત્તરપ્રદેશના હાથરસમાં થોડા દિવસો પહેલા કંપાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ અનેક રાજ્યોમાં તેની ચર્ચાઓ ચાલી રહી છે. લોકો બનાવને પગલે વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ત્યારે પીડિતાના પરિવારને મળવા હાથરસ જઈ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. જે બાબતે સાણંદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના બસ સ્ટેશન પાસે યુ.પી.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
રાહુલ ગાંધીની ધરપકડના પડઘા સાણંદમાં પડ્યા, કોંગી કાર્યકરોએ યોગીનું પુતળી બાળી કર્યો વિરોધ - રાહુલ ગાંધીની ધરપકડ
ઉત્તરપ્રદેશના હાથરસમાં થોડા દિવસો પહેલા કંપાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ અનેક રાજ્યોમાં તેની ચર્ચાઓ ચાલી રહી છે. લોકો બનાવને પગલે વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ત્યારે પીડિતાના પરિવારને મળવા હાથરસ જઈ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. જે બાબતે સાણંદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના બસ સ્ટેશન પાસે યુ.પી.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
SANAND PROTEST
યુ.પી.ના હાથરસમાં જઇ રહેલા રાહુલ ગાંધીની ધરપકડ કરી તેના અનુસંધાને સાણંદ ગામે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા યુ.પી.ના મુખ્યપ્રધાન યોગીનુ પૂતળું બાળી વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. સાણંદ પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.