અમદાવાદઃગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો ( Gujarat Assembly Election 2022)પડ્યો છે. ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ પક્ષ સાથે છેડો ફાડયો છે. કોંગ્રેસના મહિલા આગેવાન શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામું (Shweta Brahmbhatt resigned from Congress party) આપ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજીનામું આપે તેવી અનેક અટકળો વહેતી થઈ હતી. જ્યારે આજે વિધિવત રીતે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામું આપ્યું છે.
2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારા -વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાઈ રહ્યા છે. કેટલાક નેતા કોંગ્રેસ અને આપમાં જોડાઈ રહ્યા છે, પણ મોટી સંખ્યામાં(Rahul Gandhi Gujarat visit) નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવામાં વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારા શ્વેતા બ્રહ્મભટ્ટએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મીએ રાત્રે 9 કલાકે રાજભવનમાં મળ્યાં હતાં. વડાપ્રધાનને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારા શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી. આ મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે શ્વેતા બ્રહ્મભટ્ટ આવનાર ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરી શકે છે. જો.કે કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામું આપતા રાજકારણ ખડખડાટ મચી ગયો છે.
આ પણ વાંચોઃકોંગ્રેસની 'વન મેન વન પોસ્ટ' ની શું છે નિતી, જેને કોંગ્રેસ જલદી લાગુ કરશે
પક્ષ માંથી રાજીનામું આપવું અનેક અટકળો -અમદાવાદ મ્યુનિ.માં કોંગ્રેસનાં 2000 થી 2005 ના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહેલાં નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ મોદીને મળ્યા હતા. નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયા હતા. શ્વેતા હાયર એજ્યુકેશનમાં સારો દેખાવ કર્યો હોવાથી કોંગ્રેસ તેમને સીધી ટિકિટ આપી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતી. જો કે તાજેતરમાં વડાપ્રધાન સાથેની મુલાકાત અને આજે તેઓનું પક્ષ માંથી રાજીનામું આપવું અનેક અટકળો સર્જી રહી છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નજીકના દિવસોમાં શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે.
આ પણ વાંચોઃઅશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા, કૉંગ્રેસે કામગીરીની પદ્ધતિના કારણે વધુ એક MLA ગુમાવ્યા
પોલીટીકલ લીડરશીપ ફોર વુમનના કોર્સ કર્યો -મણીનગર વિસ્તારમાં રહેતા શ્વેતા બ્રહ્મભટ્ટને નાનપણથી જ સામાજીક કાર્ય કરવાનો સતત શોખ છે. તે વર્ષ 2012માં બેંગ્લોર સ્થિત IIM માંથી પોલીટીકલ લીડરશીપ ફોર વુમનના કોર્સ કરી ચુકી છે. જેમાં તેમણે 80 ટકા સ્કોલરશીપ મેળવીને 4.5 મહીનાનો આ કોર્સ કર્યો હતો. ત્યારબાદ તેઓમાં દેશના યુવા વર્ગ માટે કંઇક કરવાની તેમની જીજ્ઞાસા વધી ગઇ હતી. તો બીજી તરફ શ્વેતા બ્રહ્મભટ્ટના પરિવારજનની વાત કરીએ તેઓ હાલ તેમના માતા પિતા અને ભાઇ ભાભી સાથે રહે છે. જ્યારે તેમના પિતા પણ છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. એટલું જ નહીં બેવખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી ચુક્યા છે. શ્વેતાએ વર્ષ 2003માં BBA, વર્ષ 2006માં MCA, વર્ષ 2012માં IIMમાંથી ઇન્ડિયા વુમન ઇન લિડરશીપ, વર્ષ 2013માં ફેલો એન્ટરપ્રેન્યોરશીપ, અને વર્ષ 2016માં એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ કરેલો છે.