સામ પિત્રોડાના નિવેદને લઇ PM તરફથી પણ ટ્વિટ કરવામાં આવ્યું હતું, અને વિપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ટ્વીટમાં લખ્યું હતું કે, વિપક્ષ સેનાના શૌર્ય સામે સવાલો કરવામાં આવી રહ્યા છે, અને આપણી સેનાનું અપમાન કરી રહી છે,અને 130 કરોડ ભારતીયો વિપક્ષને તેની આ હરકત માટે માફ નહીં કરે....
સામ પિત્રોડાના નિવેદન અંગે મનીષ દોશીની પ્રતિક્રિયા સામ પિત્રોડાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ કોઈ પણ હકીકતને ટ્વીસ્ટ કરીને રજૂ કરે છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ વધુમા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં કોંગ્રેસ સરકાર સેનાની સાથે છે. ભાજપ સેનાના શૌર્યને વટાવવા માટેનો પ્રયાસો કરી રહી છે. ભાજપ સરકાર પોતાની નિષફળતા છુપાવવા માટે આવી હરકતો કરે છે. બજેટમાં પણ સેનાને આપવામાં આવતા ફંડમાં કટોતરી કરી અને કોંગ્રેસ સેનાનાં શૌર્યને સલામ કરે છે, અને આતંકવાદ સામેની લડાઈમાં કોંગ્રેસ સેના સાથે છે. સામ પિતરોડનું નિવેદન એ તેમનું વ્યક્તિગત નિવેદન છે.