ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં અનામત મામલે 17 ફેબ્રુઆરીથી કોંગ્રેસ ઉતરશે મેદાને - સંવિધાન બચાવો

સુપ્રીમ કોર્ટે આપેલા અનામત અંગેના ચુકાદા અને ગુજરાતમાં ચાલી રહેલા આંદોલન મામલે ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 17 તારીખથી સંવિધાન બચાવો અને ગરીબોના સંવિધાનનું રક્ષણ થાય તે હેતુથી રેલી યોજી વિરોધ કરવામાં આવશે.

અનામત મામલે 17 ફેબ્રુઆરીથી કોંગ્રેસ ઉતરશે મેદાને
અનામત મામલે 17 ફેબ્રુઆરીથી કોંગ્રેસ ઉતરશે મેદાને

By

Published : Feb 14, 2020, 3:15 PM IST

અમદાવાદ : પ્રદેશ કોંગ્રેસ 17 તારીખના રોજથી સંવિધાવ બચાવો અને ગરીહોના સંવિધાનનનું રક્ષણ થાય તે હેતુથી રેલી યોજી વિરોધ કરશે. જેના આધારે આજે કોંગ્રેસ પ્રદેશે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે સરકાર અનામત જ હટાવવા માગે છે. કારણકે RSS અને ભાજપ દ્વારા અનામતના નામે વર્ષોથી લોકોને અલગ રાખવામાં આવ્યા છે. 2014માં ભાજપની સરકાર આવ્યા બાદ દલિતો પર અત્યાચાર વધ્યા છે. માત્ર 6 વર્ષમાં જ 43,000 જેટલા દલિતો પર અત્યાચારના કેસ નોંધાયા છે. હવે સરકાર તેમના બંધારણીય હક છીનવી લેવાનો પ્રયત્ન કરી રહી છે.

અનામત મામલે 17 ફેબ્રુઆરીથી કોંગ્રેસ ઉતરશે મેદાને
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપા સરકારના વકીલની દલીલોને આધારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોંગ્રેસનો હંમેશાથી ઉદેશ રહ્યો છે કે તમામ વર્ગના લોકોના સંવિધાનનું રક્ષણ કરવું. સુપ્રીમ કોર્ટના ચુકાદા પાછળ RSSના એજન્ડા મુજબ બંધારણીય અનામત બંધ કરીને આગળ વધવાનો છે. કોંગ્રેસ પક્ષ છે ત્યાં સુધી અનામત રદ નહીં જ થાય અને કોંગ્રેસ પક્ષ હંમેશા તમામ સમાજની સાથે રહેશે.વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા અનામતની તરફદાર રહી છે. ભાજપ લોકોને પાછળ ધકેલે છે. સમાજના પ્રશ્નોથી લોકોનું ધ્યાન બીજે જાય તે માટે સરકાર વર્ગ વિગ્રહ ફેલાઈ રહી છે. ગાંધીનગરમાં ત્રણ આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યા છે તેના પર સરકારે નિર્ણય લેવો જોઈએ. 1-8-18ના ઠરાવથી તમામ વર્ગના લોકોને અન્યાય થયો છે.આ તમામ મુદ્દાઓને લઈને સમાજના હિત માટે આગામી 17 ફેબ્રુઆરીએ કોંગ્રેસ અમદાવાદમાં રેલી અને વિરોધ પ્રદર્શન કરશે, ત્યારબાાદ જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમ કરશે અને જ્યાં સુધી અનામત અંગે યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

ABOUT THE AUTHOR

...view details