અમદાવાદઃ ગુજરાત સરકાર દર્દીઓ માટે અતિસંવેદનશીલ છે અને એટલા માટે જ રેકોર્ડ બ્રેક સમયમાં સૌથી વધુ કોવીડ બેડની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પીટલ છે. સૌથી વધુ દર્દીઓ આવે છે અને સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થાય છે. આજે મીડિયામાં 10 સગર્ભા મહિલાઓ પોતાના બાળકોને લઈને સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે. તેવા સમાચાર આવ્યાં છે.
હાઈકોર્ટે કરેલી ટકોર પર કોંગ્રેસ રાજકારણ ન રમે: ભરત પંડ્યા - High Court's verdict
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના સંદર્ભમાં હમણાં જ મીડિયાના માધ્યમથી સમાચારો મળ્યાં છે. હાઈકોર્ટનું ઓબર્ઝવેશન, ડાઈરેકશન અને વર્ડીકટ હાથમાં આવ્યાં બાદ તેનો અભ્યાસ કરીને તેનો વિગતવાર જવાબ આપવામાં આવશે.
ડોકટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ પોતાની જાન જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરે છે. તેમાંથી ૭૭ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો હોવાં છતાં ભયભીત થતાં નથી. ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને ક્યાંક વહિવટી ક્ષેત્રે કે ડોકટરો વચ્ચે સંકલનનો અભાવ હશે તેનો તાકિદે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે.
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ મુદ્દા પર કોંગ્રેસે રાજકરણ કરવાની કે હરખાવવાની જરૂર નથી. કેન્દ્રની કોંગ્રેસ આ મુદ્દા પર રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન કરે. આ મુદ્દો અતિસંવેદનશીલ છે. ગુજરાત કોંગ્રેસને જણાવીએ છીએ કે, કેન્દ્રના કોંગ્રેસના નેતાઓને ગુજરાત, ગુજરાતની જનતા કે દર્દીઓ માટે પ્રેમ કે લાગણી નથી. અરે, ગુજરાત કોંગ્રેસ માટે પણ લાગણી નથી અને એટલા માટે કેન્દ્રની કોંગ્રેસને કહેવામાં આવે કે, ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ ન કરે. કોંગ્રેસ શાસિત રાજયોમાં જયાં વધુ કથળેલી પરિસ્થિતિ છે, ત્યાં પણ ધ્યાન આપે અને સલાહસૂચન આપે. તેઓ ગુજરાતને બદમાન કરવાનો પ્રયત્ન ન કરે.