અમદાવાદમોદી સરકારે કેન્દ્રમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામતઆપવા માટે બંધારણમાં સુધારો (Amendment of Constitution to provide reservation) કર્યો હતો. સર્વોચ્ચ અદાલતની સામે જોગવાઈ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે EWSને (Reservation for economically weaker sections) લઈને આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે કે એ સુપ્રીમ કોર્ટે EWS (Reservation for economically weaker sections) અનામતને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 10 ટકા અનામતનો જ ચુકાદો આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોંગ્રેસ પાર્ટી આવકારે છે તેને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા (Congress National Spokesperson)આલોક શર્માએ જણાવ્યું હતું કે, સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે. પાંચ જજની બેન્ચ હતી. એમના દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે. આર્થિક રીતે જે લોકો નબળા હોય તેમને 10 ટકા આરક્ષણ મળે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે. જેને કોંગ્રેસ પાર્ટી એને આવકારે (Congress welcomes Supreme Court Verdict ) છે. પરંતુ સરકાર સામે અમારા ઘણા સવાલ છે.