અક્ષર રિવર ક્રુઝ મામલે વિપક્ષે મનપાને આડે હાથ લીધું અમદાવાદ : શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલ રિવરફ્રન્ટ સૌને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેમાં આવનાર પ્રવાસીઓ સારી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. સાથે ત્યાં અલગ અલગ એક્ટિવિટી પણ કરવામાં આવી આવી રહી છે. તેમાં તાજેતરમાં અટલ બ્રિજ બાદ હવે તેમાં આજથી ક્રુઝની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. પરંતુ અક્ષર રિવર ક્રુઝ દ્વારા AMC પત્ર લખીને સાબરમતી નદીમાં પાણીનું લેવલ 134 ફૂટ કરવા કહ્યું હતું. જેને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
75 લાખ લોકોને જોખમ :અક્ષર ક્રુઝના સંચાલકોએ અમદાવાદ શહેર કંટ્રોલ રૂમ તેમજ સિંચાઈ વિભાગને પત્ર લખીને પાણી લેવલ 135.5 ફૂટ રાખવાની માંગ કરી હતી. સામાન્ય રીતે 127 ફૂટ સુધીનું લેવલ રાખવામાં આવતું હોય છે. જો સાબરમતી નદીમાં 134 ફુટ પાણીનું લેવલ હોય તો જ ક્રુઝ ચલાવી શકાય તેમ છે. ભાજપના સતાધીશો તેમજ રિવર ક્રુઝના સંચાલકો શહેરના 75 લાખ લોકો જીવ જોખમ મુકવાનું કામ કરી રહ્યા છે, તેવો આક્ષેપ વિપક્ષે કર્યો હતો.
અમદાવાદ શહેરમાં 1 ઈંચ વરસાદ જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થાય છે. શહેરના લોકો ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા અને પાણી ભરાવાની સમસ્યાને કારણે પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ સ્માર્ટ સિટી બનવાની વાત કરવામાં આવે છે. પરંતુ બીજી બાજુ સાબરમતી નદીની અંદર ક્રુઝ શરૂઆત કરીને 75 લાખ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમ છતાં સાબરમતીમાં અંદર ક્રૂઝ ચલાવવા માટે નદીનું લેવલ 134 ફૂટ કરવામાં આવ્યું છે. જેના માટે ભાજપના નેતા જવાબદાર છે.-- ડૉ. મનીષ દોશી (કોંગ્રેસ પ્રવક્તા)
કોંગ્રેસના આક્ષેપ :કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શુક્રવારે 1 ઈંચ વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ હતી. 1 ઈંચ વરસાદમાં જ સી.જી રોડ, પાંચ કુવા, કાલુપુર, શાહપુર, રિલીફ રોડ, ગાયકવાડ હવેલી, જમાલપુર સહિતના વિસ્તારમાં પાણી ભરાવો જોવા મળ્યો હતો. શહેરમાં 200થી વધુ ખાડા જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂન પ્લાનમાં કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આજ અમદાવાદ શહેર સ્માર્ટ સીટીની જગ્યા પર ખાડાનગરી બન્યું છે.
- Ahmedabad House collapses : મીઠાખળીમાં વહેલી સવારે એક મકાન ધરાશાયી, એકનું મોત
- Gujarat Rainfall Overall : મોસમનો કુલ વરસાદ કેટલા ટકા થયો જૂઓ, નર્મદા ડેમમાં જળસંગ્રહ થયો 58 ટકા