ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના પ્રહાર - ahmedabad news

અમદાવાદ: રાજસ્થાન બાદ ગુજરાતમાં નવજાત બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. રાજકોટ અને અમદાવાદમાં ડિસેમ્બર માસમાં 200થી વધુ નવજાત બાળકોના મોત થયા છે. ત્યારે આ મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર...
ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર...

By

Published : Jan 5, 2020, 1:43 PM IST

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 'ખૂબ જ દુઃખની વાત છે કે, આટલી મોટી સંખ્યામાં નવજાત બાળકના મોત થયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ગઢ એટલે કે રાજકોટમાં પણ 134 જેટલા બાળકોના મોત થયા છે. આટલી મોટી સંખ્યામાં બાળકોના મોતનો આંકડો એ ચિંતાનો વિષય છે. સરકારે આ મામલે વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. બાળકોનો મૃત્યુ આંક પ્રગતિશીલ અને ગતિશીલ ગુજરાતનો નમૂનો છે.'

ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર...

ABOUT THE AUTHOR

...view details